Abtak Media Google News

જામનગરની જય કો.ઓ. સોસાયટીમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી ગઈરાત્રે એક યુવાને મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી છે. આ યુવાન નોકરીના ટેન્સનના કારણે આત્મઘાતી પગલુ ભરવા પ્રેરાયો હોવાની કેફીયત મળી છે. જ્યારે એક પરિણીતાએ ડાયાબીટીસથી કંટાળી ગળાફાંસો ખાધો છે. અને ખંભાળીયાના એક યુવાને માનસીક બિમારીના કારણે આપઘાત કર્યો છે. પોલીસે ત્રણેય બનાવોની તપાસ શરૃ કરી છે.

Advertisement

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી જય કો.ઓ. સોસાયટીમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં દેસુરભાઈ કાનાભાઈ કંડોરીયા નામના આહિર પ્રૌઢના ચોવીસ વર્ષના પુત્ર તારકભાઈએ ગઈરાત્રે દસેક વાગ્યે પોતાના એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી ભુસ્કો માર્યો હતો. નીચે પછડાયેલા આ યુવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તારકભાઈની સારવાર શરૃ કરી હતી. પરંતુ તે દરમ્યાન આ યુવાને અંતિમ શ્વાસ લીધા હતાં.

આ બાબતની પોલીસને જાણ કરાતાં સિટી સી ડિવિઝનના જમાદાર એ.એલ. રાઠોડ દોડી ગયા હતાં. તેઓએ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પીતા દેશુરભાઈ કંડોરીયાનું નિવેદન નોંધ્યું હતું. જેમા તેઓના જણાવ્યા મુજબ હાલમાં અભ્યાસ કરતો તારકભાઈ થોડા દિવસોથી નોકરી બાબતના ટેન્શનમાં રહેતાં હતાં. જેના કારણે આ યુવાનને રાત્રે ઉંઘ પણ આવતી ન હતી તેના તણાવથી જ કંટાળી ગયેલા તારકભાઈએ ત્રીજા માળેથી કુદકો મારી આત્મહત્યા વહોરી છે. પોલીસે આ નિવેદનના આધારે સી.આર.પી.સી. ૧૭૪ હેઠળ બનાવની નોંધ કરી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા રડાર રોડ નજીકના આશાપુરા ચોકમાં વસવાટ કરતો લીલાબેન રામભાઈ વસરા નામના ર૭ વર્ષના આહીર પરિણીતાએ ગઈકાલે બપોરે બારેક વાગ્યે પોતાના ઘેર દુપટ્ટા વડે ગાળીયો બનાવી પંખામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની ૧૦૮ તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. સી.કે. નીનામાએ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતક લીલાબેનના સંબંધી ભાણવડ તાલુકાના જંબુસર ગામના રમેશભાઈ કરશનભાઈ આહીરનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ લીલાબેન ચૌદેક વર્ષથી ડાયાબીટીસની બિમારીથી પીડાતા હતાં. તે દરમ્યાન ત્રણેક દિવસ પહેલાં આંખમાં અસર થઈ જતાં તેઓએ સારવાર મેળવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.