Abtak Media Google News

હાલારમાં કોરોનાકાળમાં વીજકંપનીએ 6407 જોડાણ ઓછા આપ્યા હતાં છતાં લોકડાઉન ફળતા કંપનીની આવકમાં રૂ.12 કરોડનો વધારો થયો છે. વર્ષ 2019-20માં 28787 સામે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિના સુધીમાં 22380 નવા જોડાણ વીજકંપનીએ આપ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાન્યુઆરી-2021ની સ્થિતિએ 700816 વીજગ્રાહકો છે.

Advertisement

રાજયની સાથે હાલારમાં વર્ષ-2020માં માર્ચ મહિનામાં કોરોના મહામારીની એન્ટ્રી થઇ હતી. મહામારીનો પ્રકોપ હજુ યથાવત છે. કોરોનાના કારણે લોકડાઉનથી ધંધા-રોજગારની સાથે સરકારી કચેરીની તિજોરીને પણ આવકમાં ફટકો પડયો છે. પરંતુ જામનગર પીજીવીસીએલને લોકડાઉન ફળ્યું છે. કારણ કે, વર્ષ 2019-20માં જામનગર પીજીવીસીએલ કે, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. તેને વીજબીલ પેટે રૂ.1250.76 કરોડની આવક થઇ હતી. જેની સામે 2020-21માં જાન્યુઆરી મહિના સુધીમાં 1262.85 કરોડની આવક થતાં રૂ.12.09 કરોડનો વધારો નોંધાયો છે. લોકડાઉનના કારણે ત્રણેક મહિના વીજજોડાણ આપવાની કામગીરી બંધ રહી હતી. હાલારમાં વર્ષ 2019-20માં વીજકંપનીએ 28787 નવા જોડાણ આપ્યા હતાં. જેની સામે વર્ષ 2020-21 માં જાન્યુઆરી સુધીમાં 22380 જોડાણ આપતા 6407 કનેકશન ઓછા અપાયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજકંપનીના 6 ડીવીઝન અને 31 સબડીવીઝન કાર્યરત છે. જેમાં જામનગર જિલ્લામાં સીટી-1 અને 2, રૂરલ ડીવીઝન, જામજોઘપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને દ્વારકા ડીવીઝનનો સમાવેશ થાય છે. 6 મુખ્ય ડીવીઝન પૈકી જામનગર સીટી-1માં સૌથી વધુ 154051 અને દ્વારકા ડીવીઝનમાં સૌથી ઓછા 88769 વીજજોડાણ આવેલા છે.

4258 જોડાણ સાથે દ્વારકા અવ્વલ

વર્ષ 2020-21માં જાન્યુઆરી મહિનામાં હાલારના વીજ કંપનીના 6 મુખ્ય પૈકી દ્વારકા ડીવીઝન કે, જેમાં ભાટિયા, દ્વારકા, કલ્યાણપુર, ઓખા સબડીવીઝનનો સમાવેશ થાય છે. તેમાં અન્ય ડીવીઝન કરતા સૌથી વધુ 4258 વીજજોડાણ આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.