Abtak Media Google News

હાલારમાં વીજ બીલ ચુકવવામાં ધાંધીયા કરતા ગ્રાહકો સામે વીજ તંત્ર આકરા પાણીએ થયું છે. ચાલુ માસમાં વીજ બીન ભરાતા 1141 જેટલા ગ્રાહકોના વીજ જોડાણ કાપી આકરી કાર્યવાહી કરાઇ છે. આગામી સમયમાં વીજ બીલ ભરવામાં ઠાગા ઠૈયા કરતા ગ્રાહકો સામે લાલ આંખ કરી કાર્યવાહી તેજ કરવામાં આવશે.

Advertisement

પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઇજનેરના જણાવ્યા અનુસાર બાકી વીજ બીલ ઉઘરાવવા તંત્ર દ્વારા ઝુંબેશરૂપ કાર્યવાહી આદરી દેવામાં આવી છે. જે અંતર્ગત ચાલુ માસમાં તા.19-3 સુધીમાં કુલ 19131 ગ્રાહકો દ્વારા વીજ બીલના નાણા ભરપાઇ કરી આપેલ છે તેમજ 1141 ગ્રાહકોના વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે. આ કાર્યવાહી ચાલુ માસમાં અવિરત પણે ચાલુ રાખવામાં આવશે.

ગ્રાહકો દ્વારા બીલ સમયસર ભરપાઇ થાય તે માટે તમામ ઓફિસના કલેકશન સેન્ટર પણ રજાના દિવસોમાં કાર્યરત રહેશે. તેમજ બાકી રહેલ તમામ બાકીદારોના વીજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે અને વધારાના ભરવા પડતા ચાર્જ માંથી મુકત રહેવા સમયસર વીજબીલ ભરવા જણાવાયું છે.

વીજ બીલના નાણાની કેશલેસ ચુકવણી કરવા અંગે ઇ.સી.એસ (ઇસીએસ), ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ (કંપનીની વેસબાઇટ ૂૂૂ.ાલદભહ.ભજ્ઞળ/ પીજીવીસીએલની પે.વિ.કચેરી ખાતેના પીઓએસ મશીન દ્વારા) કંપનીની વેબસાઇટ ૂૂૂ.ાલદભહ.ભજ્ઞળ મારફત યુપીઆઇ મોડથી, ઇન્સ્ટા પેમેન્ટ/ઇ- વોલેટ, ગ્રાહકોની સંગલ્ન બેંકની વેબસાઇટ સીહતના માધ્યથી વીજ બીલ ભરવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.