Abtak Media Google News
  • જામનગરમાં હિટસ્ટ્રોકના લીધે ત્રણ લોકોના મોત : અડધો ડઝનથી વધુ લોકોના બેભાન મોત

સૌરાષ્ટ્રમાં ગુરુવારે જાણે યમરાજએ પડાવ નાખ્યો હોય તેમ ફક્ત એક જ દિવસમાં અલગ અલગ બનાવોમાં 16 જેટલાં લોકોના આકસ્મિક મોત નીપજતા અરેરાટી મચી જવા પામી છે. 16 લોકોના મોતમા આપઘાત, અકસ્માત અને બેભાન મોતનો સામનો થાય છે. મામલામાં બે પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધાનું પણ સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના વાવડી રોડ પર ભગવતીપરામાં રહેતી 35 વર્ષીય પરિણીતા મંજુલાબેન દુધાભાઈ રાવાએ ગત તા. 21 મેના રોજ બપોરે દોઢેક વાગ્યા આસપાસ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેવડમાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડતા ગત તા. 23મેની રાત્રે આશરે સવા નવ વાગ્યે મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં લોધીકા પોલીસ મથક વિસ્તાર હેઠળ મના વીરવા ગામે રિસામણે આવેલી પરિણીતા ધર્મિષ્ઠાબા કુલદીપસિંહ સરવૈયા(ઉ.વ.31)એ ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. મામલામાં પરિણીતાના પરિજનોએ સાસરિયાના ત્રાસથી મૃતક પિયર આવી ગયાં હતા અને ગુમશુમ રહેતા હોય દરમિયાન આપઘાત કરી લીધાનું જણાવ્યું છે.

જામજોધપુરના વાંસજાળિયાની પરિણીતાએ હનુમાનગઢ પાસે ઝેરી દવા પી લેતા રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતકના પિતાએ દીકરીના પતિ સહીત સાસરિયા ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરના વાંસજાળિયા ગામે રહેતી શિલ્પા મહેન્દ્રભાઈ મકવાણા નામની 23 વર્ષીય પરિણીતાએ રાણાવાવ નજીક હનુમાનગઢ પાસે પતિના કેરીના બગીચામા પખવાડિયા પૂર્વે ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ ભાણવડ ત્યાંથી ઉપલેટા, ગોંડલ અને ત્યાંથી રાજકોટની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા પરિણીતાએ દમ તોડી દીધો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાણાવાવ પોલીસને જાણ કરી હતી.

મૃતક શિલ્પાબેનના માતા પિતા જામકંડોરણાના વતની છે અને લગ્ન થયાને દોઢ વર્ષ જેટલો સમય થયો હતો. સંતાનમાં છ મહિનાનો પુત્ર છે, તેણીના પિતા બટુકભાઈ ધરમશીભાઈ પરમારએ દીકરીના પતિ, સાસુ-સસરા, જેઠ જેઠાણી અને નણંદ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, લગ્નના થોડા સમયથી જ જમાઈ સહિતના ત્રાસ આપતા હતા પરંતુ દીકરીએ અમને જણાવ્યું ન હતું. થોડા સમય પહેલા દીકરીની ભાભીનું અવસાન થયું ત્યારે પણ તેને આવવા દીધી ન હતી અને તેને ઘરની બહાર નીકળવા દેતાં ન હતા. જમાઈ અવાર નવાર મારકૂટ કરતા હતા. દીકરીએ દવા પીધી છે કે પીવડાવી છે તે દિશામાં તપાસ કરવા પરિજનોએ પોલીસને વિનંતિ કરી છે.

આ ઉપરાંત રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને જિયાણા ગામે એચ જે સ્ટીલમાં રહેતા રામપ્રસાદ સુરેશ્વર પાલ નામના યુવાન બેભાન થઇ જતાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. અન્ય બનાવોમાં યુનિવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં રૈયાઘારમાંથી એક અજાણ્યો ઈસમ બેભાન હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મોત થઇ ગયાનું જાહેર કરવામાં આવ્યું હતું. ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં વિશાલ ચંદુભાઈ ઉમરાણીયાનું અને બી ડિવિઝન પોલીસ મથકમાં ઘનશ્યામસિંહ દિલુભા ઝાલા(ઉ.વ.69) અને માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિક્રમભાઈ બદરીભાઈ રાઠોડ(ઉ.વ.36)વાળાનું બેભાન થયાં બાદ મોત નીપજ્યું છે.

જયારે જામનગર શહેરના ગોકુલનગરમાં સતીશભાઈ દામજીભાઇ બુસા(ઉ.વ.54), આલીયાબાડાના પ્રવીણભાઈ નારણભાઈ યાદબ અમે કાલાવડ તાલુકાના ભાંગડા ગામે રહેતા પ્રફુલસિંહ પ્રવીણસિંહ જાડેજા(ઉ.વ.65)નું હિટસ્ટ્રોકના લીધે મોત નીપજ્યું છે.

બે પરિણીતા સહિત 3 લોકોએ ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

મોરબીના વાવડી રોડ પર ભગવતીપરામાં રહેતી 35 વર્ષીય પરિણીતા મંજુલાબેન દુધાભાઈ રાવાએ ગત તા. 21 મેના રોજ બપોરે દોઢેક વાગ્યા આસપાસ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેવડમાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડતા ગત તા. 23મેની રાત્રે આશરે સવા નવ વાગ્યે મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં લોધીકા પોલીસ મથક વિસ્તાર હેઠળ મના વીરવા ગામે રિસામણે આવેલી પરિણીતા ધર્મિષ્ઠાબા કુલદીપસિંહ સરવૈયા(ઉ.વ.31)એ ચૂંદડી વડે

ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. મામલામાં પરિણીતાના પરિજનોએ સાસરિયાના ત્રાસથી મૃતક પિયર આવી ગયાં હતા અને ગુમશુમ રહેતા હોય દરમિયાન આપઘાત કરી લીધાનું જણાવ્યું છે. અન્ય બનાવમાં મવડીના નવલનગર શેરી નંબર 9માં રહેતા દિનેશભાઈ દેવરાજભાઈ ચાવડા(ઉ.વ.40)વાળાએ કોઈક કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું પણ મૃત્યુ થયું છે.

હડાળા ગામના પાટિયા પાસે પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

હડાળા ગામના પાટીયા પાસે મોમાઈ હોટેલની પાછળ રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા મહેશભાઈ ખીમજીભાઈ સોલંકી(ઉ.વ.49) પ્રૌઢે કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ આપઘાતમાં પલટાયો હતો.

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં યુવક સહિત ત્રણના મોત

સૌરાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં યુવક સહિત ત્રણના મોત નિપજયા છે. જેમાં પાણશીણા પાસે ટેલર પાછળ ખાનગી બસ અથડાતા, સાયલા નજીક ફોર વ્હીલે રાહદારીને ઠોકરે લેતા અને કુવાડવાની ભાગોળે બાઈક સ્લીપ થતા ચાલકનું મોત નિપજયું છે. વધુ વિગત મુજબ લીબડી નજીક પાણશીણાના પાટીયા પાસે ટેલરની પાછળ ખાનગી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં મુળ એમ.પી.ના હાલ બેડી ગામે રહેતો ભદીયો નારસંગ કનેશ નામના 28 વર્ષિય યુવકનું મોત નિપજયુંં હતુ. જયારે 15થી વધુ મુસાફરો  ઘવાતા  પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર આપી રાજકોટની  સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જયારે રાજસ્થાનનો અસલારામ કડવાસરા નામના 50 વર્ષિય  પ્રૌઢ સાયલા નજીક સામતપર ગામના પાટીયા પાસે રસ્તોક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી ફોરવ્હીલ કારે હડફેટે લેતા મોત નિપજયું હતુ.

આ ઉપરાંત રાજકોટ તાલુકાના  નાકરાવાડી ગામે રહેતા પ્રકાશ  ધનજીભાઈ સોલંકી નામના 27 વર્ષિય યુવાન બાઈક લઈને પીપળીયા ગામ નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં પ્રકાશનું  મોત નિપજયું હતુ. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. ત્રણ ભઈ અને બે બહેનમાં ત્રીજા નંબર છે. આઈસરનું ડ્રાઈવીંગ કરી પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે. જયારે પરિવારજનો દ્વારા જણાવ્યા પ્રમાણે અજાણ્યા વાહને ઠોકરે લીધાનો આક્ષેપ કર્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.