Abtak Media Google News

જામનગર શહેરમાંથી નવજાત શીશુ ના મૃતદેહ મળી આવવાનો સિલ સિલો અવિરત ચાલુ રહયો છે.તાજેતરમાં બેડી ગેઇટ વિસ્તારમાંથી એક નવજાત બાળકી નો મૃતદેહ મળી આવ્યા પછી આજે જામનગરની જી.જી. હોસ્પિટલ નજીક ની ગટરમાંથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડના પાછળના ભાગમાં આવેલી ગટરમાંથી સવારે એક નવજાત બાળક ગટરમાં પડ્યું હોવાનું જાણવા મળતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. રાજેશ અસારી ઘટના સ્થળે દોડી ગયા હતા, અને ગટરના પાણીમાંથી મૃતદેહને બહાર કઢાવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે અથવા તો અવિક્સીત બાળકને જન્મ આપ્યા પછી નર્જન અવસ્થામાં મૂકી દેવા અંગેનું અનુમાન લગાવી તે દિશામાં કાર્યવાહી તપાસ હાથ ધરી છે, અને બાળકને ત્યજી દેનાર માતાની શોધ ખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.