Abtak Media Google News

સૌરાષ્ટ્ર ની પ્રથમ ક્રમાંક ની જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલના ટ્રોમાં વોર્ડમાં જાણે નદીઓ છલકાઈ હોય તેમ પાણી પાણી ભરાયા હતા… હોસ્પિટલના ફાયર સિસ્ટમ લીકેજ થવાથી આ દ્રશ્યો સર્જાતા દર્દીઓ તેમજ લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો… જો કે,  હોસ્પિટલના સફાઈ કર્મીઓ પાણીના નિકાલ માટે ધંધે લાગ્યા હતા…કલાકોની જહેમત બાદ પણ પાણી નો નિકાલ ન થતા ફાયર સિસ્ટમ ના વાલ્વ બદલવામાં આવ્યા હતા.

Advertisement

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ન માત્ર જામનગર જિલ્લો પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી પણ દર્દીઓ સારવાર કરાવવા આવતા હોય છે… એટલે કે દર્દીઓને પણ જામનગર ની જી.જી.હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગ ની સારવાર ઉપરાંત હૂંફ મળે છે… ત્યારે દર્દીઓના જીવ સામે સરકાર પણ કોઈ રિસ્ક લેવા માંગતી નથી, અને એટલા માટે જ કરોડો રૂપિયાના ખર્ચે નવા ફાયર સેફટી ના સાધનો ફિટ કરાવવા ગ્રાન્ટ ફાળવી છે.

અગાઉ હોસ્પિટલના ICCU વિભાગમાં લાગી હતી આગ

જામનગરની જી.જી.હોસ્પિટલના ICCU વિભાગમાં શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હતી… ત્યારે તંત્ર દોડતું થયું હતું… જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી… પરંતુ ન કરે નારાયણ અને ફરી જો હોસ્પિટલના કોઈપણ વિભાગમાં આગનો બનાવ બને અને નવા ફિટ કરાવેલ ફાયર સાધનો કામ ન કરે તો જવાબદાર કોણ ? આમ, જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલમાં આજે ફાયર સિસ્ટમ લીકેજ થતા પાણી ની નદીઓ વહી હતી.. અને ફાયર સેફટીના સાધનો ફિટ કરાવ્યા ને ગણતરીના દિવસો જ થયા છે… એટલે કે પરિણામ તંત્રની સામે પણ આવી ગયું છે… છતાં તંત્ર આંખ આડે કાન મૂકી ઘોર નિંદ્રા માં છે… ત્યારે સરકારે આ બાબતે તટસ્થ તપાસ કરાવી કસુરવારો સામે કડક કાર્યવાહી કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તેમજ દર્દીઓના જીવ સામે તોળાતા જોખમની ચિંતા કરી, નવા ફાયર સેફટી ના સાધનો ટેન્ડર પ્રક્રિયા મુજબ યોગ્ય અને ઉપયોગી થાય તે દિશામાં કામગીરી કરાવે તે જ ઇચ્છનીય છે.

જી.જી.હોસ્પિટલમાં ફિટ કરાવેલ નવા ફાયર સાધનોને લઈને અનેક ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હોસ્પિટલમાં નવા ફાયર સેફટીના સાધનો સરકારે ગ્રાન્ટ ફાળવી ઈન્સ્ટોલેશન કરાવ્યા છે… તેમજ આ ફાયર સેફટીના સાધનો ટેન્ડર પ્રક્રિયા મુજબ ફિટ ન કરાવ્યા હોવાની ફરિયાદને લઈને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા લાંબા સમય સુધી ગઘઈ આપી ન હતી… જે બાદ ત્રીજી પાર્ટી એટલે કે રાજકોટ ગ્રામયની ફાયર ટીમને ટેસ્ટિંગ કામગીરી સોંપી તંત્ર ખેલ પાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.