Abtak Media Google News

ગોકુલનગરમાં ક્રિકેટ સટ્ટો, બેડીમાં રમી રમતા અને ઘોડી પાસા ક્લબ પકડાય

 

જામનગરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે રેડ પાડીને ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા આરોપી  ઉપરાંત ઘોડીપાસાનો જુગાર રમતા શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગોકુલનગર, રડાર રોડ સાયોના શેરીની સામે જાહેરમાં જામનગર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન ભરત પાલાભાઇ અશ્વાર (ઉ.વ.36 ધંધો મજુરી રહે. ગોકુલનગર, મથુરાનગર, પ્રજાપતી સોસાયટી, જામનગર) આરોપી 81419 82123 ના ઘારક સાથે ક્રિકેટ લાઈવ ગુરુ નામની એપ્લીકેશન પર લાઇવ સ્કોર જોઇ ભારતમા રમાતી ઇન્ડીયન પ્રીમીયમ લીગ ટી  20 ની મુબંઇ ઇન્ડીયન અને સન રાઇઝ હૈદરાબાદવચ્ચે રમાતી મેચનું લાઇવ પ્રસારણ નિહાળી સોદા પાડતો હતો.જેને લઈને પોલીસે રોકડ રૂપીયા 47,160 તથા 10,000ની કિંમતનો એક મોબાઈલ મળી કુલ રૂપીયા 57,160 ના મુદામાલ સાથે આરોપી ભરતને પકડી પાડ્યો હતો.

સીટી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા ઈસ્માઈલ અકબરભાઈ શેખ, નવાજ હુસેન સંઘાર, હાજી અબ્દુલભાઈ મકરાણી, સલીમ મામદભાઈ ભાડેલા, ફારૂક કાસમભાઈ મલ્લા મીયાણા, કાસમ ઈબ્રાહીમભાઈ દલને દબોચી લીધા હતા. જ્યારે આ પ્રકરણમાં તૈયબ ઈસ્માઈલ દલ (રહે બેડી દીવેલીયાચાલી કાસમ આલમની બાજુમા જામનગર) નું નામ ખુલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત જામનગર સીટી બી ડિવિઝન પોલીસે ઘોડી પાસા ફેંકીને જુગાર રમતા  મહેન્દ્રસિંહ રૂપસિંહ રાઠોડ, સરફરાજ કાદરમીયા બુખારી,  યુસુફ હુસેનભાઈ રાજાણી, યુસુફ ઈસ્માઈલભાઈ મલેક, રાજુભાઈ લક્ષ્મણભાઈ અયણાવારા,  નવાજભાઈ સબીરભાઈ બુખારી તથા ગીરીશભાઈ દીનેશભાઈ જેઠવાને પકડી પાડ્યા હતો. જેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.