Abtak Media Google News

લાલ બંગલા સર્કલ ખાતે જનરલ સાહેબની પ્રતિમાનું પૂજન કરી પુષ્પાંજલી અર્પણ કરાય

ભારત દેશ ની આઝાદી થયા બાદ દ્વિતીય કમાન્ડર ઇન ચીફ (ઈ શક્ષ ઈ), અંને સર્વ પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ (ઈઘઅજ), ની પદવી પ્રાપ્ત કરનાર, હાલાર પ્રદેશ ના મહાન જનરલ. સ્વ. રાજેન્દ્રસિંહજી જાડેજા ની ૧૨૦માં જન્મદિવસ નિમિતે જામનગર ના રાજવી પરિવાર દ્વારા લાલ બંગલો સર્કલ માં આવેલ જનરલ સાહેબ ની પ્રતિમાનું પૂજન કરી પુષ્પાંજલિ અર્પણ કરી સલામી આપવા નું કાર્યક્રમ કરવા માં આવ્યું હતું.

રાજવી પરિવાર ના કું.શ્રી. વિજયરાજસિંહજી (ગોપાલદાદા) એ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્વ.રાજેન્દ્રસિંહજી ડાડાબાપુ ની પ્રતિમા નું પૂજન અર્ચન કર્ય હતું. રાજવી પરિવાર ના શાસ્ત્રી. દિલીપ મારાજ દ્વારા વિધિવત મંત્રોચાર સાથે સમગ્ર પૂજનવિધિ કરવા માં આવી હતી. આ તકે રાજવી પરિવાર ના મોભી તેમજ જનરલ.રાજેન્દ્રસિંહજી ના ભત્રીજા ખુદ આર્મી ના મેજર. રા. કું. મહેન્દ્રસિંહજી તેમની આર્મી ની કારકિર્દી દરમિયાન જનરલ સાહેબ ના અઉઈ રહી ચૂકેલા ૯૦ વર્ષ ની પુખ વયે ભી ખાસ હાજરી આપી સ્વ.રાજેન્દ્રસિંહજી ની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી સલામી આપી હતી. ઉપરાંત રાજવી પરિવાર ના સભ્ય એવા જયદેવસિહજી, અદિત્યાસિંહજી, રાજવીરસિંહજી, વિજયસિંહજી, વિશ્વદીપસિંહજી, એ પણ સમગ્ર કાર્યક્રમ માં હાજરી આપી સ્વ.રાજેન્દ્રસિંહજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ફૂલહાર વિધિ ભાવપૂર્વક કરી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બેન્ડ માં દેશ ભક્તિ ના સુરો સાથે પુષ્પાંજલિ દરમિયાન બેન્ડ એ સલામી આપી હતી.

આ તકે ખાસ આમંત્રિત મહેમાનો જેમકે જામનગર ડિફેન્સ ફોર્સ ના ઉચ અધિકારીઓ  તેમના જવાનો ની ટુકડી સાથે આવી પુષ્પાંલિ અર્પણ કરી ને સલામી આપી, સરકારી અધિકારીઓ, જામ્યુકો ના અધિકારીઓ અંને પદાધિકાીઓ એ ફૂલહાર કરી સન્માન કરયું, રાજકીય પક્ષોના નેતાઓ ફૂલહાર અર્પી સલામી આપી, માજી સૈનિકો એ પુષ્પાંજલિ અર્પી સલામી આપી, વરિષ્ઠ પત્રકારો, વકીલ મંડળ ના હોદેદારો, અંને રાજપૂત સમાજના અગ્રણઓએ અંને આગેવાનો એ ભી ફૂલહાર અર્પણ કરી સન્માન આપ્યું, વિવિધ શેત્રો ના આગેવાનો, અંને નામી અનામી લોકો અને નગર જનો ખુબ બહોળી સંખ્યામાં જોડાય અંને પુષ્પ અર્પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ ઉત્સાહ અંને ઉમંગ થી ઉજવામાં આવીઓ હતો. રાજ પરિવાર આ તકે ખાસ યુવા વર્ગ ના વિદ્યાર્થીઓ ડિફેન્સ કે આર્મેડ ફોર્સસ માં જોડાવા માટે અનુરોધ કરે છે.

સ્વ.જનરલ. મહારાજ. શ્રી. રાજેન્દ્રસિંહજી જાડેજા (ઉજઘ), ભારતીય આર્મી (૧૮૯૯  ૧૯૬૪) ૧૨૦ મી જન્મ જયંતી ની યાદગીરી.

કે. એસ.રાજેન્દ્રસિંહજી જાડેજા નો જનમદિવસ ૧૫ જૂન, ૧૮૯૯ માં સરોદર મુકામે હાલાર પ્રદેશ માં થયો હતો. પોતે નવાનગર રાજવી પરિવાર (જામનગર) માં થી આવે છે. તેમને બીજા રાજવી પરિવાર સભિય ની જેમ પ્રાથમિક અભિયાસ માટે રાજકુમાર કોલેજ, રાજકોટ માં અભિયાસ પૂરો કરેલ. ત્યાર બાદ મિલટરી કારકિર્દી માટે ૧૦ સપ્ટેમ્બર, ૧૯૧૯ માં પોતે રોયલ મીલીટરી એકેડેમી, સેન્ હર્સ્ટ  (ઇંગ્લેન્ડ) જોડાના. પોતે પ્રથમ ભારતીય તરીકે સેન્હર્ષ્ટ માં થી પાસ આઉટ થય ને ત્રીજી બટ્ટેલીઓન ના ૬૦ રાયફલ કિંગ્સ રોયલ રાયફલ કોર્પસ ૧૯૨૧ માં મીલીટરી કારકિર્દી ની શરૂઆત કરી. ત્યારબાદ એક વર્ષ ના સમય ગાળા માં બીજા રોયલ લેન્સર સાથે જોડાયા હતા. તેમના લગ્ન માયા કુવરબા જોડે ૧૯૨૮ ના થયા હતા, તેઓને ત્રણ બાળકો ને જન્મ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.