Abtak Media Google News
  • ૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે

  • નિર્માણ પામનાર નવીન હોસ્પિટલ જામનગર ઉપરાંત પડોશી જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

જામનગર  સમાચાર

રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જી.જી હોસ્પિટલ એક્સપાન્શન સંદર્ભ જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. આ નવીન હોસ્પિટલ જામનગર સહિત પડોશી જીલ્લાના નાગરીકોની સુખાકારીમાં વધારો કરશે.

૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે.
નવીન હોસ્પિટલમાં ઓ.પી.ડી, આઇ.પી.ડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઇ.આઇ.આર.સી. (ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી.(ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર), સ્પેશ્યલ વેલ બેબી કલીનીક, એડોલસંટ કલીનીક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલ પરિસરમાં વર્ષોજૂના બાંઘકામ તોડીને નવીન હોસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે‌.

હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૨૧૪૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૧ થી ૨૩ માં ૧૪.૭૦ લાખ દર્દીઓએ સારવાર મેળવી.૨૪.૩૯ લાખ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા . ૧૭,૩૦૭ સફળ પ્રસુતિ થઈ . ૧૮,૭૨૭ મેજર અને ૩૫,૫૬૫ માઇનોર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.