Abtak Media Google News

મહાલક્ષ્મી કર્મચારી સહકારી મંડળીનું ૩૦,૦૦૦નું અનુદાન

જામનગરના મ્યુનિ. વૃદ્ધાશ્રમમાં નવાનગર નેચર ક્લબ દ્વારા ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃદ્ધાશ્રમના વડીલો તથા કાર્યકરોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.

શહેરની પ્રકૃતિ પ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા જામનગરમાં આવેલ શ્રી એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરની મધ્યમાં, વડીલોની સેકેન્ડ ઈનિંગ માટે ખૂબ જ સુંદર અને સુવિધાપૂર્ણ શ્રી એમ.પી. શાહ મ્યુનિસિપલ નામના વૃદ્ધાશ્રમનું નવનિર્માણ થયું છે. જેનું લોકાર્પણ તા. ૧૦-૧-ર૦ર૦ ના કરવામાં આવ્યું હતું. આ વૃદ્ધાશ્રમમાં વિવિધ વૃક્ષો વાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી શરદભાઈ શેઠે નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો. સંસ્થા દ્વારા વૃદ્ધ વ્યક્તિઓની સુખાકારી માટે ઉપયોગી ઔષધિય રોપાઓ જેમ કે ગરમાળો, કરંજ, સરગવો, અરડ્સી, નગોડ, તુલશી, લીંબુ, પારિજાત, જાસુદ તા ફળાવ ઝાડ તા સુશોભન માટે વિવિધ પ્રકારના ફૂલછોડ વિગેરેનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ નવાનગર નેચર ક્લબે સ્વીકારી હતી. આ પ્રસંગે શ્રી એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમના માર્ગદર્શક અશોકભાઈ શાહ તથા ટ્રસ્ટી ડો. રૃપેન દોઢિયા, શરદ શેઠ, કેતન બદિયાણી તથા નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર તા મિતેષ બુદ્ધભટ્ટી, ડી.અજા, ઉમેશ થાનકી, પ્રવિણસિંહ જાડેજા, યુવરાજસિંહ સોઢા, સુભાષ ગંઢા, ભરત ગંઢા, ર્પા ગંઢા, ચંદ્રેશ પરમાર ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો અને કાર્યકરોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત મહાલક્ષ્મી કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. દ્વારા પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારના હસ્તે રૂ. ૩૦,૦૦૦ નું અનુદાન અને મીઠાઈ પણ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.