Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરના  વાણીયા ગામ પાસે ક્રેન દુર્ઘટનાનો  મામલો સામે આવ્યો છે . ક્રેન દુર્ઘટનામાં ઈજા પામેલા વ્યક્તિનું  મોત નીપજ્યું હતું . દુર્ઘટનામાં અગાઉ પણ એક વ્યક્તિનું મોત  નીપજ્યું હતું.

Whatsapp Image 2023 09 27 At 10.01.47

જામનગર તાલુકાના વાગડિયા ગામમાં ૧૦ દિવસ પહેલાં પવનચક્કી ના ફીટીંગ કામ દરમિયાન ક્રેઇન જમીન દોસ્તી થઈ હતી. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી, જે પૈકીના વધુ એક શ્રમીકનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હોવાથી આ બનાવ માં મૃત્યુનો આંક બે નો થયો છે. હજુ બે શ્રમિકો સારવાર હેઠળ છે.

જામનગર તાલુકાના વાગડીયા ગામમાં આજથી દસ દિવસ પહેલા ખાનગી કંપનીના ૩૦૩ નંબરના લોકેશનમાં પવનચક્કીના પોલમાં ફાઉન્ડેશન ચડાવવાનું કામ ચાલતું હતું, જે સ્થળે ત્રણ ટ્રક ટ્રેલર કે જેમાં ત્રણેયના ડ્રાઇવરો અને ટ્રોલી ઓપરેટર બેઠેલા હતા, જે સમયે ક્રેઇન નીચેની જમીન પોચી પડવાના કારણે ક્રેઈન જમીનદોસ્ત થઈ હતી, અને ત્રણેય ટ્રકના ડ્રાઇવર- ઓપરેટર ક્રેઇનની નીચે આવી ગયા હતા.

જે પૈકી રાજેન્દ્રસિંગ ગંગા સિંગ રાવત (ઉંમર વર્ષ ૨૨)નું મૃત્યુ Tથયું હતું, આ ઉપરાંત તેના ભાઈ વિશ્રામસિંગ ગંગાસિંગ રાવત, પંજાબના રૂપનગર જિલ્લાના સાલાપુર સિંહ પંજાબી યુવાન તેમજ અન્ય ડ્રાઇવર અને ટ્રેઇલર ના ટ્રોલી ઓપરેટર ઇજા થઈ હતી. જે ઇજાગ્રસ્તો ને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન હરજાબસિંગ નામના પંજાબી યુવા નું મૃત્યુ નીપજ્યું છે. જેથી આ બનાવમાં મૃત્યુનો આંક બે નો થયો છે.

જેનું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી તેના મૃતદેહ ને પંજાબ રવાના કરાઈ રહ્યો છે.
સમગ્ર મામલે પંચકોશી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.