Abtak Media Google News

ઘટપૂર્ણ કરવા ચાલુ માસના અંત સુધીમાં વધુ ૬ હજાર શિક્ષકોની ભરતી કરાશે

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ક્ધયાઓના શિક્ષણને ઉત્તેજન આપવા માટે સરકારે હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચૂકવવી પડતી ફીમાંી કન્યાઓને સંપૂર્ણ મુક્તિ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી સરકારી શાળામાં ફી મુક્તિ હતી, તેમાં હવે ગ્રાન્ટેડ શાળાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ સો શિક્ષણક્ષેત્રમાં કરોડો રૂપિયાનો ખર્ચ તો હોવા છતાં સંખ્યાબંધ સ્કૂલમાં અપૂરતા શિક્ષકો અને વર્ગખંડો હોવાની પસ્તાળ અવારનવાર વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પાડવામાં આવે છે ત્યારે શિક્ષણ વિભાગે આગામી વર્ષે નવા ૬૫૦૦ વર્ગખંડ બનાવવાની જાહેરાત કરી છે.

ચાલુ મહિનાના અંત સુધીમાં વધુ છ હજાર શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે. તે સો ૧૨૦૦ શાળામાં ૨૪૦૦ ડિજિટલ વર્ગખંડ બનાવાશે અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલિસીના અમલ માટે ઇનોવેટિવ આઇડિયાને કાર્યાન્વિત કરવા ૧૦ લાખ ‚પિયા સુધીની સહાય આપશે.

વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની બજેટની માગણી પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, પ્રામિક શિક્ષકોની ભરતીને અગ્રતા આપવામાં આવી છે. જે અંતર્ગત રાજયમાં મંજૂર મહેકમ ૨,૦૫,૮૩૯ છે તેમાં ૧,૯૧,૯૫૩ શિક્ષકો કાર્યરત છે. ધોરણ ૬ ી ૮માં છ હજાર જેટલા શિક્ષકોની ભરતી ભરતીની કાર્યવાહી ૩૧ માર્ચ સુધીમાં જ પૂર્ણ કરાશે જેના લીધે ૧,૯૭,૯૫૩ શિક્ષકો કાર્યરત શે. પ્રામિક શાળામાં જરૂરી માર્ગદર્શન અને નિરીક્ષણના હેતુ સો એક હજાર મુખ્ય શિક્ષકોની ભરતી આગામી સમયમાં પૂર્ણ કરાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ૫૮૮૨ શિક્ષકોની જગ્યાઓ પૈકી ૨૯૬૬ની જગ્યા ભરાઇ છે જયારે સરકારી શાળામાં ૧૭૩૫ જગ્યા ભરવાની કાર્યવાહી પણ ચાલુ માસના અંતમાં પૂર્ણ કરાશે. કોલેજોમાં પણ ૫૫૭ ખાલી જગ્યા ભરી દેવામાં આવશે.

વિર્દ્યાનિીઓને શિક્ષણ માટે ઉત્તેજન મળે અને વાલીઓ પર ભારણ ન આવે તે માટે સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૫.૯૫ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે જેના કારણે ૧,૨૨,૦૦૦ ક્ધયાઓને મફત શિક્ષણનો લાભ મળશે. સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલિસી માટે ૬૦ી વધુ યુનિ., ૮૦ી વધુ કોલેજો અને ૧૪ લાખ વિર્દ્યાીઓ માટે ઇનોવેટિવ આઇડિયાને ઉદ્યોગ તરીકે કાર્યાન્વિત કરવા ૧૦ લાખ રૂપિયા સુધીની અને રિસર્ચ પેટન્ટ માટે ૨૫ હજારની સહાય અપાશે. તે ઉપરાંત ધોરણ ૧૨ની પરીક્ષામાં ઉતીર્ણ ઇને કોલેજ અને પોલીટેક્નિકમાં પ્રવેશ મેળવનારા ૩,૬૦,૦૦૦ વિર્દ્યાીઓને ટેબલેટ ફાળવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.