Abtak Media Google News

ભાજપના યુવા ઉમેદવાર રીવા બા જાડેજાનું નામ રાજકોટની મતદાર યાદીમાં છે જયારે રવીન્દ્ર જાડેજાનું નામ જામનગરની યાદીમાં છે તે માટે રીવા બા જાડેજા રાજકોટની આઈ.પી. મિશન સ્કુલ ખાતે મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું હતું.

Ravi 4

આપણે જાણીએ છીએ કે રવીન્દ્ર જાડેજા પત્ની રીવાબા જાડેજાના સમર્થનમાં પહેલા દિવસથી જ જોડાયેલા છે.  ત્યારે જામનગરની ઉત્તર બેઠક પર ક્રિકટર રવીન્દ્ર જાડેજાએ મતદાન કર્યું હતું. રવીન્દ્ર જાડેજા પોતાના ઘરેથી નીકળી પહેલા મહાદેવના દર્શન કરી મતદાન કરવા પહોંચ્યા હતા.અને ત્યારબાદ તેઓ સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ રવીન્દ્ર જાડેજાએ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.

Ravi 3

રવીન્દ્ર જાડેજાએ પંચવટી કોલેજ ખાતે રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યું હતું. મતદાન કરતી વેળાએ પણ રિવાબા જાડેજા સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સંસદ પૂનમ બેન માડમ દ્વારા પણ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.