Abtak Media Google News

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (એનએમ એમ એસ) ની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં ઉર્તિણ થઇ મેરીટ લિસ્ટમાં આવતા વિદ્યાર્થીઓને ધો.9 થી 12 સુધીના અભ્યાસ ક્રમમાં દર માસમાં 1 હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

ત્યારે તાજેતરમાં લેવાયેલી એનએમએમએસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના કુલ 2662 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1675 ઉમેદવારો કવોલીફાઇડ થયા છે. જે પૈકીના માત્ર 180 વિદ્યાર્થીઓ જ મેરીટ ક્રમમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કંગાળ પરિણામથી જિલ્લો અન્ય જિલ્લાની સરખા મણીએ તળિયે હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ પરીક્ષામાં જિલ્લામાંથી કુલ 2662 ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 1675 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં કવોલીફાઇડ થયા હતા અને 108 વિદ્યાર્થીઓ મેરીટ ક્રમમાં આવતા હવે ધો.9થી માંડી 12 સુધી આ વિદ્યાર્થી દર માસમાં 1 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે એટલે કે 4 વર્ષ દરમ્યાન કુલ 48 હજારની શિષ્યવૃત્તિ પેટે સહાઇ ચુકવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.