Abtak Media Google News

યુવાનની હત્યા કરનાર આરોપીની અટકાયત 

Screenshot 40 2

     જામનગર સમાચાર 

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં એક યુવાન અને તેના પિતા પર હુમલો કરી યુવાનની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં સંડોવાયેલા તે જ વિસ્તારના બે આરોપી બંધુઓની બુધવારે મોડી સાંજે પોલીસ દ્વારા અટકાયત કરી  અને વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સંજય મનસુખભાઈ ઢાપા નામના યુવાન પર જૂની અદાવતના કારણે મન દુઃખ રાખી છરી વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી, જ્યારે તેમના પિતા મનસુખભાઈ પર પણ હુમલો કરાયો હતો.Screenshot 39 2

જે બનાવ અંગે પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને બંને હત્યારા આરોપી બંધુઓ ભાગી છુટ્યા હતા, જે બંને આરોપીઓ હિતેશ ઉર્ફે ટકો મનસુખભાઈ ડોણાંસિયા અને અજય મનસુખભાઈ ડોણાંસિયા નામના બંને આરોપી ભાઈઓ ની અટકાયત કરી લેવામાં આવી છે, અને બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

 

સાગર સંઘાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.