Abtak Media Google News

અબતક જામનગર – સાગર સંઘાની
જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ મેઘરાજાએ સમગ્ર જિલ્લાની ધરાને વરસાદી ધારાથી તૃપ્ત કરી દીધી છે.

Img 20230722 Wa0430  Img 20230722 Wa0432   તેમાં લાલપુર તાલુકામાં મોસમનો સારો વરસાદ થતાં ખડ ખંભાળિયા ગામ પાસે આવેલો ધોધ જીવંત બન્યો છે. જે ધોધમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે, જેના કારણે આ ધોધ પર નયનરમ્ય દ્રષ્યો સર્જાયા છે.

Img 20230722 Wa0431

જામનગરથી ૩૫ કી.મી. દૂર આવેલા ખડ ખંભાળિયા ગામ પાસેની નાગમતિ નદીની નજીક આ ધોધ આવેલો છે.

Img 20230722 Wa0436

આ ધોધનું પાણી રણજીત સાગર ડેમમાં જાય છે. અત્યારે આ ધોધ જોવા અને નહાવાની મજા માણવા જામનગર અને આજુબાજુના લોકો શની-રવિની રજાઓમાં અહીં ઉમટી પડે છે.

Img 20230722 Wa0435

પ્રાકૃતિક સૌન્દર્ય ચોમાસાની સિઝન બાદ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચોમાસા દરમિયાન ખડ ખંભાળિયા નો ધોધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.