Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીને માન આપવું અને તેને યોગ્ય સ્થાન આપવું જોઈએ. પરંતુ પુરુષ પ્રધાન સમાજના કારણે ક્યાકને ક્યાક કોઈને કોઈ રીતે સ્ત્રીને અન્યાય અને પક્ષપાતનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે વ્યક્તિ વ્યક્તિએ સ્ત્રી માટેની પરીભાષા અને તેના વિચારોમાં વિવિધતા જોવા મળે છે. તો કેટલીક એવી બાબતો પણ છે જેના માટે વિચારો બદલવાની પણ જરૂરત છે…

આદર-મૂલ્ય

દરેક સમયે સ્ત્રીને આદર આપો. તે તમારા માટે ખાસ છે તેવું તેને સમજાવો, અને ક્યારે પણ તેને દૂ:ખી ના કરો. સ્ત્રી જ્યારે પણ પોતાનો મંતવ્ય આપે તો તેનો પણ આદર અને સ્વીકાર કરો. આવું કરવાથી તમે તમારું મૂલ્ય તેની નજરમાં વધારો છે.

પ્રસંશા- પ્રસંશક

સ્ત્રીનો દિવસ તે ઊઠે છે ત્યારથી શરૂ થાય છે અને રાત્રે સુવે છે ત્યારે પૂર્ણ થાય છે કહેવાનો મતલબ એ કે તે જ્યારથી ઊઠે છે ત્યારથી તેનું કામ શરૂ થાય છે તો રાત્રે સુવે છે ત્યાં સુધી તે વ્યસ્ત જ રહેતી હોય છે. અને એટ્લે જ તેને આ કામ માટે બિરદાવવી જોઈએ અને તેના નાના કામ બદલ આભાર પણ માનવો જોઈએ. એક નાનકડો શબ્દ પણ તેના માટે ખૂબ મૂલ્ય ધરાવે છે તો તેના કામની અમે તેની જવાબદારીઓની પ્રસંશા કરવાનું ભૂલાય નહીં.

વિશ્વાસ-પ્રમાણિક્તા..

દરેક સંબંધનો પાયો એ વિશ્વાસનિયતા હોય છે. જો સ્ત્રીને તમારા પર પૂરો ભરોસો નથી તો તમને ક્યારે પણ પૂરા દિલથી નહીં ચાહી શકે. અને જો સ્ત્રીને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે તો એ તમારા માટે કઈ પણ કરવા તૈયાર હશે. તો તમારે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સ્ત્રીનો વિશ્વાસ ક્યારેય ન તૂટે અને હમેશા તેને વફાદાર રહો.

હસી-મજાક

જ્યારે બે સાથી સાથે હોય ત્યારે મોટાભાગે એવું બનતું હોય છે કે સ્ત્રી જ્યારે પણ બોલે છે ત્યારે એવું વિચારીને જ બોલતી કે વાત કરતી હોય છેકે સામે વળી વ્યક્તિને દૂ:ખ ન થાય. પરંતુ સંબંધોમાં આ રીતનું વર્તન અનેક રીતે નુકશાનકર્તા સાબિત થાય છે. અને એટલે જ સાથી એ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સ્ત્રી સાથે એવો ક્વોલિટી સમય પસાર કરે જેમાં તે હસીમજાક કરર્તા હોય અને એકબીજાની શરમ અનુભવ્યા વગર વાત કરી શકતા હોય.

તેના માતા-પિતાને પણ સ્થાન આપો…

ભારતીય માનસિકતા અનુસાર મોટા ભાગના પરિવારોમાં ઘરની વહુના માતા-પિતાને ગૌણ માનવમાં આવે છે. પરંતુ દીકરી માટે લગ્ન બાદ પણ તેના માતા-પિતાનું માનસનમાન અને પ્રેમ અકબંધ હોય છે . અને જો કોઈ તેના માતા-પિતાને પૂરતું માન નથી આપી શકતા તો તે પણ તેને પૂરા દિલથી નથી સ્વીકારી શક્તિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.