Abtak Media Google News

અંદાજીત પચ્ચીસ કરોડની રાહત સાથે બજેટ સામાન્ય સભાને મોકલ્યું

નવો સ્ટ્રીટ લાઈટ વેરો રૂ.200ના બદલે 100, પાણી ચાર્જમાં રૂ.1500ના બદલે રૂ.1300 કરવાનો નિર્ણય

મિલકત વેરામાં વધારો નામંજૂર

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે  યોજાઈ હતી જેમાં કમિશનરે સૂચવેલા રૃા. પ3 કરોડના કરબોજમાં અડધાથી વધારે રકમનો કરબોજ ઘટાડવામાં આવ્યો હતો. આશરે રપ કરોડની કાપ દરખાસ્ત પછીનો વધારો મંજુર કરવામાં આવ્યો છે અને આ અંદાજપત્રને મંજુરી માટે સામાન્ય સભામાં મોકલી આપવામાં આવશે. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે કુલ 16.0પ કરોડ તથા વી.એમ. મહેતા કોલેજને ફાળાપેટે રૃા. 1પ લાખનો સમાવેશ પણ કરાયો હતો.

Advertisement

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં સભ્યો અને ડેપ્યુટી મેયર તપન પરમાર તથા નાયબ મ્યુનિ. કમિશનર ભાવેશ જાની, આસી. કમિશનર કોમલબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

મ્યુનિ. કમિશનરે ગત્ તા. 31-1-ર0ર3 ના રજૂ કરેલા રૃા. 1079 કરોડના બજેટમાં તેમાં રૂ. પ3 કરોડનો કરબોજ સૂચવાયો હતો. તેમાંથી આશરે લગભગ અડધો વધારો મંજુર રાખવામાં આવ્યો છે. એટલે કે અડધો વધારામાં કાપ સૂચવાયો છે. હવે આ બજેટને સામાન્ય સભામાં મંજુરી માટે રજૂ કરવામાં આવશે.

કમિશનર દ્વારા નવા ત્રણ કરવેરા બજેટમાં સૂચવાયા હતાં તેમાં સ્ટ્રીટ લાઈટ સેવા માં પ્રતિવર્ષ ર00 રૃપિયા સૂચવાયા હતાં તેમાંથી સ્ટેન્ડીંગ કમિટી દ્વારા 100 રૃપિયાનો વધારો મંજુર રાખવામાં આવ્યો છે, જો કે બે વિભાગ પાડવામાં આવ્યા છે તેમાં રહેણાંક મિલકતમાં 100 અને બિનરહેણાંક મિલકતમાં ર00 વસૂલવા ભલામણ કરવામાં આવી છે.

એનવાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ અને ગ્રીનરી ચાર્જ તેમજ ફાયર ચાર્જ માં સ્લેબ અંશત: ઘટાડો સૂચવાયો છે, જો કે એકંદરે નવો કર લાદવામાં આવ્યો છે. તેમાં રહેણાંક મિલકતમાં પ્રતિવર્ષ ર0 રૃપિયા, બિનરહેણાંક મિલકતમાં પ્રતિવર્ષ 30 રૃપિયા અને ઔદ્યોગિક વિસ્તારમાં પ્રતિવર્ષ પ0 રૃપિયાનો કર વસૂલવા ભલામણ કરવામાં આવી છે, જ્યારે ફાયર ચાર્જીસ અંગે કમિશનરે નવા કરની દરખાસ્ત કરી હતી તેમાં પણ અનુક્રમે રહેણાંકમાં ર0, બિનરહેણાંકમાં 30 અને ઔદ્યોગિક વિસ્તારમાં પ0 રૃપિયા વસૂલવા ભલામણ કરવામાં આવી છે.

મિલકત વેરામાં રપ ચોમી સુધી, રપ થી 30 ચો.મી. અને 30 થી 40 ચોમી. સુધીમાં વર્તમાન દર અનુક્રમે ર00, રપ0 અને 300 છે. તેમાં અનુક્રમે 380, 480 અને 640 વસૂલવા સૂચવાયું હતું. જેને સ્ટેન્ડીંગ કમિટીએ નામંજુર રાખ્યું છે.જ્યારે 40 થી પ0 ચો.મી. અને પ0 ચો.મી.થી વધુ જમીનમાં અનુક્રમે 300 અને 400 ના વર્તમાન દરમાં પરિણામલક્ષી દર મંજુર કરવામાં આવ્યું છે. આથી કમિશનરની કુલ 3ર કરોડના વધારા ની દરખાસ્તમાં કા5 મૂકી આશરે 18 થી 19 કરોડ નો  વધારો થશે તેવી દરખાસ્ત મંજૂર કરાઈ છે. તેમાં બિન રહેણાંક મિલકતમાં વેરામાં વધારો મંજૂર રાખવામાં આવ્યો છે.

ક્ધઝર્વન્સી એન્ડ સુઅરેજ ટેક્સમાં કમિશનરે સૂચવેલ વધારામાં ફેરફાર કરી મંજુર રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે વાહન કરમાં પણ કમિશનરે વાહન ની કિંમતના સ્લેબવાઈઝ કરના સ્લેબ સૂચવ્યા હતા તેમાં ફેરફાર કરીને સ્ટેન્ડીંગ કમિટીએ ત્રણ સ્લેબ મંજૂર રાખ્યા છે. તેમાં 1થી 2 લાખ સુધીના વાહનમાં 1 ટકો, ર લાખથી 15 લાખની કિંમતના વાહન પેટે ર ટકા અને 15 લાખથી વધુ કિંમતના વાહનમાં અઢી ટકા કર વસુલવા ભલામણ કરવામાં આવી છે.

સૌથી મહત્ત્વના ગણાતા પાણી ચાર્જમાં સામાન્ય કેઈસમાં ફીકસ કનેકશનમાં પણ પ્રતિ વર્ષ રૃા.1150 વસુલવામાં આવે છે. તેમાં કમિશનરે 1500 સૂચવ્યા હતા. સ્ટે. કમિટીએ 350ના વધારામાંથી રૃા.150નો વધારો મંજુર કરી રૃા.1300 માન્ય રાખ્યા છે. જ્યારે રૃા.200ના વધારામાં કાપ મુક્યો છે. તેવી જ રીતે સ્લમ વિસ્તારમાં 575ના સ્થાને 750 સુચવાયા હતા તેના બદલે 650 રાખવાનો નિર્ણય લેવાયો છે.

તેવી જ રીતે સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જમાં કમિશનરે કુલ રૃા.2 કરોડ 84 લાખનો વધારો સૂચવ્યો હતો. તે મંજુર રાખવામાં આવ્યો છે. જામરણજીતસિંહજી અને એમ્યુઝમેન્ટ પાર્કની એન્ટ્રી ફીમાં પાંચ રૃપિયાનો વધારો સુચવાયો હતો જે નામંજૂર કરી જુના દર યથાવત રાખવામાં આવ્યા છે.

વર્ષ 2006 પહેલાની મિલકતવેરા અને પાણી ચાર્જની રકમના વ્યાજમાં 100 ટકા માફી માટેની યોજના જાહેર કરાઈ હતી તેની મુદ્દત 31 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે 2006 પછીની મિલકતવેરાની રકમ 31-3-23 સુધી ભરપાઈ કરે તેવા આસામીને 100 ટકા વ્યાજ રાહત આપવા ભલામણ કરવામાં આવી છે.

પ્રતિવર્ષની જેમ એડવાન્સ ટેકસ ભરપાઈ કરનારા આસામીઓ માટે રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં સામાન્ય કરદાતાને 10 ટકા, સિનિયર સિટીઝનને 15 ટકા, બીપીએલ કાર્ડ ધારક વિધવાને અને ક્ધયા છાત્રાલયને 25 ટકા, માજી સૈનિકોને 25 ટકા, સ્વાતંત્ર્ય સૈનાનીઓ અને શહીદના વિધવાને 25 ટકા અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમને 25 ટકા તથા ઓનલાઈન વેરો ભરપાઈ કરનારને 2 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે મહિલાઓને સિટી બસમાં નિ:શૂલ્ક મુસાફરી સેવા મળશે. રંગમતિ, નાગમતિ નદીમાં થતા ગેરકાયદે બાંધકામ અટકાવી રીવર ફ્રન્ટના આયોજન માટે ભલામણ કરવામાં આવી છે. ખાનગી સોસાયટીને સફાઈ કામદાર માટે 6000 ફાળવવામાં આવશે.

હાપા પાસે આઉટ ડોર સ્ટેડિયમ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંબધિત એક શાળાને પસંદ કરી અંગ્રેજી માધ્યમની શાળા શરૃ કરવા, સમર્પણ સામે આવેલ પ્લોટને ક્રિકેટ ગ્રાન્ટ તરીકે વિકસાવવા ભલામણ કરાઈ છે. હવે આ બજેટને સામાન્ય સભામાંં મંજુરી માટે મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.