Abtak Media Google News

પાલિકા ચૂંટણી જંગ: અંગત હિત માટે પક્ષ બદલતા આગેવાનોને પ્રજા સારી રીતે સમજે છે: ભાજપમાં ટિકિટ ન મળતા કોંગ્રેસમાં આવેલા ઉમેદવારોને પ્રજા સ્વીકારશે?

ખંભાળીયા પાલિકાના ચૂંટણી જંગમાં હરીફ પક્ષના ઉમેદવારોને ખેડવવાની નીતિ કોંગ્રેસને તારશે કે ડૂબાડશે ? એ અંગે અવનવા ગણિત મંડાઈ રહ્યા છે.

ચૂંટણી આવે એટલે પોતાની પાસે સક્ષમ ઉમેદવારો ન હોય કે અન્ય કારણોને લીધ પક્ષો બીજા પક્ષના ઉમેદવારોને ખેડવતા હોય છે. ખંભાળીયામાં પણ આવી જ નીતિ કેટલાકે અપનાવી હતી. ચૂંટણીમાં આવી નીતિ કેટલી સફળ રહે છે. તે મતદારો ઉપર નિર્ભર છે. મતદારો સમજુ અને શાણા હોય એટલે પોતાના વિસ્તારનાં યોગ્ય મુરતીયાને પસંદ કરી શાસન ધુરા સોંપતા હોય છે.

ખંભાળીયામાં ચૂંટણીમાં જંગ જામતો જાય છે.ઉમેદવારો ખેડવવાની રાજનીતિથી ખંભાળીયામાં કોંગ્રેસ ભારે સહન કરવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. ટિકિટોનું સરેઆમ વેચાણ થઈ જતા ઉમેદવારોના કારણે ચૂંટણીના પક્ષોનાં ગણિત ઉંધા પડે તેમ જણાય છે. ઉમેદવારોની પસંદગી સમયે ભાજપ આગળ ટિકિટ માંગનારા અનેકને ભાજપે ટિકિટ ન ફાળવતા આવા કેટલાય ઉમેદવારો કોંગ્રેસમાં આવ્યા હતા.

ટિકિટ મેળવવા માટે જે કાકલુગી તથા સત્યતતાના વાતો દોહરાવતા હતા આવા કેટલાક ઉમેદવારો સરેઆમ વેચાઈ જતા તેમના પર મૂકેલા ભરોષાની રોકડી કરી લેતા કોંગ્રેસને દ્વિઘાજનક સ્થિતિમાં મૂકી છે. બરોબરની ટકકર વચ્ચે કોંગ્રેસને ઉમેદવારી સાચવવાની નવી સમસ્યા ઉદભવી છે.

હરિફ ઉમેદવારો પાસેથી તોડ કરવા માટે ઉમેદવારી કરનારાઓ અહી મોટી સંખ્યામાં જોવા મળે છે. આવા ઉમેદવારોની મેલીમુરાદના કારણે વહીવટી કાર્યોમાં વિલંબતા તથા સમાજમાં મતો તૂટે છે. અને લોકશાહીની મજાક ઉડે છે. લોકશાહીનાં સગવડિયા ધર્મ મુજબ ઉપયોગ કરનારા સામે કોઈ કાર્યવાહી થશે કેકેમ? એ તો સમયે જ કહેશે.

વેચાતા ઉમેદવારો સમગ્ર સમાજને મૂર્ખ બનાવવા નિકળ્યા હોય ત્યારે આવા ઉમેદવારો સામે પક્ષ કાર્યવાહી કરવી જોઈએ અને મતદારોએ પણ આવા સગવડીયો ધર્મ અપનાવતા કે પ્રજાને બદલે પોતાના અંગત હિત માટે પક્ષ બદલનારા તકવાદી ઉમેદવારોને પણ પોતાના નમતથ થકી નાગરિક ધર્મ બતાવી દેવો જોઈએ તેમ જાણકારો કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.