Abtak Media Google News

વિભાગના વડા ડો. કવિતાબેન લાંબા વેકશન પર ગયા, ઈન્ચાર્જ ગાયબ!: લાંબા સમયથી દાખલ દર્દીઓને સારવારમાં પડતી પારાવાર મુશ્કેલી: તંત્રના આંખ આડા કાન

શહેરની સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે અને તંત્રની ઘોર બેદરકારી સામે આવે છે ત્યારે સિવિલમાં દાખલ થતા ગરીબ દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પણ સહન કરવી પડે છે. ત્યારે ગંભીર બિમારીમાં સપડાયેલા દર્દીઓને તબીબો જવાબ આપતા નથી અને ઉલટાનું તેને પરેશાન કરે છે. ત્યારે દર્દી નાછુટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જાય છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની સામે આવેલી જનાના હોસ્પિટલ જેમાં રોજબરોજના પાંચેક મહિલાઓ પ્રસુતા અને સ્ત્રીરોગની તપાસ માટે આવે છે. ત્યારે આવેલ મહિલા દર્દીઓને અપેક્ષા મુજબની સારવાર મળતી નથી અને તબીબી સ્ટાફની પણ ઘટ હોવાનું માલુમ પડયું છે.

ત્યારે અબતક ચેનલની ટીમ જનાના હોસ્પિટલ પહોંચી ત્યારે જાણવા મળ્યું હતું કે, વિભાગીય વડા ડો.કવિતાબેન ૧૦ દિવસથી લાંબી રજા ઉપર ઉતરી ગયા છે અને દર્દીઓ રામભરોસે છે. જયારે ઈન્ચાર્જ તરીકે મુકાયેલા ડો.મેહુલ જેઓ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં સારવાર આપી રહ્યા હતા તો જનાના હોસ્પિટલમાં આવતા ઈમરજન્સી કેસોમાં સારવાર માટે રેસીડન્ટ ડોકટર અને ઓછો અનુભવ ધરાવતા તબીબો હેન્ડલ કરી રહ્યા છે. આમ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તેમજ અમુક ઈમરજન્સીમાં આવતા દર્દીઓને અપેક્ષા મુજબ સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલમાં જતા રહે છે અને ઘણા સમયથી મહિલા દર્દીઓ દાખલ છે તેને પ્રસુતાની પીડા ઉપડે છે છતા પણ તબીબ ધ્યાન ન આપતા હોવાનું દર્દીઓના પરીવારજનોએ જણાવ્યું છે. આ અંગે સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલના મુખ્ય અધિકારીઓ આ બાબતે શું પગલા લે છે તે જોવું રહ્યું?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.