Abtak Media Google News

કાઠિયાવાડ બાલાશ્રમ સંચાલિત અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યા મંદિરમાં આજરોજ જનની ચિંતન સભા મળી. જેમાં બહોળી સંખ્યામાં માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આજરોજ ફૂલછાબ એવોર્ડ વિજેતા  નીતાબેન પટેલ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

જેઓ ઓર્ગેનિક /સજીવ ખેતી અને ગાય આધારિત ખેતી ઉપર તેઓશ્રી જબરું કામ કરી રહ્યાં છે. તેમણે કેમિકલ્સ રહિત ખાદ્ય પદાર્થોનો રસોડામાં ઉપયોગ અને આરોગ્ય સાચવવામાં ઉપયોગી થતાં ઔષધિય છોડ ઉછેરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે પ્લાસ્ટિક મૂક્ત ગુજરાત અને ભારત બને એવા આશયથી આરંભાયેલા અભિયાનના ભાગ રુપે માતાઓને કાપડની થેલી વાપરવાની હિમાયત કરી હતી.

આ કાર્યક્રમમાં સંચાલક મંડળ તરફથી તમામ માતાઓને કાપડની થેલી આપવામાં આવી હતી.

જનની ચિંતન સભામાં વ્યવસ્થાપક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં વર્ષાબેન વોરા, રેશ્માબેન કુરેશી, અંજુબેન પટેલ, કવિતાબેન રૈયાણી અને ભાવનાબેન લખધીરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

સ્વાગત પ્રવચન આચાર્ય વી. ડી. વઘાસિયાએ કર્યું હતું. સભા સંચાલન હેતલબેન કાપડીએ કર્યું હતું. આભાર દર્શન આનલબેન મહેતાએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.