Abtak Media Google News

કેમ્પમાં ૧૫૧ પરિવારે લીધો લાભ: મનપાનો પદાધિકારીઓનું પુ. યશોવિજયજી મ.સા.ના હસ્તે સન્માન

પૂ. આચાર્યદેવ યશોવિજયજી મ.સા. ની શુભનિશ્રી ગત રવિવારે રાજકોટ મનપા તેમજ જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘ દ્વારા મા અમૃતમ કાર્ડનો કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં ૧૫૧ પરિવારના આશરે ૬૫૦ થીવધુ વ્યકિતઓને આવરી લેવાયા હતા અને ૧૫૧ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મનપાનો સહયોગ મળયો હતો કાર્યક્રમનું ઉદધાટન પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજના હસ્તે કરાયું હતું. મનપાના દરેક પદાધિકારીઓનું જાગનાથ સંઘ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયુ હતું. આ તકે મેયર જૈમનભાઇ ઉપાઘ્યાય ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ, ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સ્ટે. કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, આરોગ્ય સમીતી ચેરમેન મનીસભાઇ રાડીયા વોર્ડ નં.૯ ના કોર્પોરેટર સર્વ કશ્યપભાઇ શુકલ, અજયભાઇ પરમાર ખાસ ઉ૫સ્થીત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન જાગનાથ સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખ દ્વારા કરવામાં આવ્યુઁ હતું. પૂ. આચાર્યદેેવ યશો વિજયજી મ.સા.એ પ્રવચન માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આ મા-અમૃતમ કાર્ડની મેડીકલ સહાયની યોજનાને બીરદાવી હતી તેમજ મનપાના તમામ પદાધિકારીને સહયોગ આપવા બદલ ધન્યવાદ આપેલ હતા ખાસ કરીને જૈન અગ્રણી અને ભાજપ અગ્રણી મયુરભાઇ શાહની આ કેમ્પ માટેની જહેમત બદલ આશીવાદ પાઠવી હતા.

ત્યારબાદ નીતીનભાઇ ભારદ્વાજ અને મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાસંગીક પ્રવચન મનીષભાઇ રાડીયા, જૈનમભાઇ ઉ૫ાઘ્યાય તેમજ નીતીનભાઇ ભારદ્વાજે આપ્યું હતું તેમજ મહાનેભાવોના હસ્તે લાભાર્થીઓને મા અમૃતમ કાર્ડનું વિતરણ કરાયું હતું.

મનપાના અધિકારી સર્વ વિરાણીભાઇ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી અંતે આભાર વિધીમાં દિનેશભાઇ પારેખે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં જાગનાથ સંઘના ઉપપ્રમુખ હેમેન્દ્રભાઇ શાહ,, મંત્રી દિલેશ શાહ, ખજાનચી દિપકભાઇ મહેતા તથા ટ્રસ્ટી ભાવીન મહેતા મિલન શાહ અને પ્રફુલભાઇ શાહ ઉ૫સ્થીત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.