Abtak Media Google News

દિયર અને ભાભીએ સાથે નશો કર્યા બાદ પૈસાના પ્રશ્ર્ને ઝઘડો થતા નશામાં ભાન ભુલેલી ભાભીએ છરીના ઘા ઝીંકી દિયરનું ઢીમઢાળી દીધું: મૃતક પણ હત્યાના ગુનાની સજા ભોગવી ચુકયો: પતિ છોડીને જતો રહેતા ભાભીને દિયરે પત્ની બનાવી’તી

શહેરના ૮૦ ફુટ રોડ પર હુંડાઇ શોરૂમ પાછળ આજી નદીના પટ્ટમાં નામચીન શખ્સની દારૂના નશામાં પત્ની કમ ભાભીએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. નશામાં ભાન ભુલેલી મહિલા પોલીસ ઘટના સ્થળે પહોચી ત્યાં સુધી છરીના ઘા ઝીંકતી હોવાથી પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ૮૦ ફુટ રોડ પર હુંડાઇ શોરૂમ પાછળ આજી નદીના પટ્ટમાં ઝૂંપડામાં રહેતા સઠીયો ઉર્ફે છોટુ ગાંડુ સોલંકી નામના ૫૦ વર્ષના દેવીપૂજક પ્રૌઢને ભાભી બાદ પત્ની બનેલી રાધાએ પૈસાના પ્રશ્ર્ને છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું થોરાળા પોલીસમાં નોંધાયું છે.

Vlcsnap 2018 04 12 12H30M01S0હરેશ મગન સોલંકીની હત્યાના ગુનામાં પાંચ વર્ષ સજા ભોગવી ચુકેલા સઠીયો ગાંડુ સોલંકી છેલ્લા ઘણા સમયથી રખડુ ભટકું જીવન જીવતો અને કયાંરેક જ પોતાના ઝૂંપડામાં આવતો જ્યારે તેની ભાભી રાધાનો પતિ બૈજુ ગાંડુ પણ અગાઉ અનેક ચોરી સહિતના ગુનામાં ઝડપાયો હોવાનું અને દસેક વર્ષથી બારડોલી જતો રહ્યો હોવાથી રાધા પોતાના દિયર સઠીયા સોલંકી સાથે જ પત્નીની જેમ રહેતી હતી.

સવારે બંનેએ સાથે દા‚નો નશો કર્યો હતો. રાધા અને સઠીયા વચ્ચે પૈસાના પ્રશ્ર્ને દારૂના નશામાં ઝઘડો થતા આજી નદીના પટ્ટમાં રાધાએ પોતાના દિયર સઠીયાને છાતી અને પેટમાં છરીના ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે ઢળી પડયો હતો. આજી નદીના પટ્ટમાં હત્યા થયાની થોરાળા પોલીસને જાણ થતા પી.આઇ. એન.એન.ચુડાસમા અને ભરતસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે પણ દારૂના નશામાં રહેલી રાધા પોતાના દિયર સઠીયાને મારકૂટ કરતી હોવાથી પોલીસે તેની અટકયાત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો છે.

હત્યાના ગુનામાં ઝડપાયેલી રાધા દિપ્તીનગરના નામચીન ચકુ મોહનની ભાણેજ થતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચકુ મોહનનો પરિવાર મહિલાની નજર ચુકવી સોનાના ચેન સેરવી લેવાના ગુના કરવામાં માહેર હોવાનું અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સોનાના ચેન સેરવી લેવાના ગુનામાં સંડોવાયો હોવાનું અને રાધા પણ ચોરીના ગુનામાં પોલીસમાં અગાઉ ધરપકડ થઇ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.