Abtak Media Google News

જસદણ વિધાનસભાની આગામી ચુંટણી સંદર્ભે જાહેરનામાને લઈ જસદણ, આટકોટ, ભાડલા, વિંછીયા આ ચારેય પોલીસ મથકો હેઠળ આવતા હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા હોવાથી કેડે ફટકડી રાખી ફરનારાઓને ટેવ મુજબ થોડુ આક‚ પડશે.

કોંગ્રેસના ધારાસ્ભ્ય તરીકે ચુંટાયેલા કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપના મંત્રી બન્યા બાદ પેટાચુંટણી આવી પડતા ચુંટણીપંચના જાહેરનામા અનુસંધાને હથિયાર ધારકોએ પોતાના હથિયાર ફરજીયાત જમા કરવા પડયા હતા.

જસદણ પોલીસ હેઠળ ૧૯૧, વિંછીયા ૧૦૩, ભાડલા ૫૬, આટકોટ ૫૪ કુલ મળી ૪૦૪ હથિયારના લાઈસન્સ ધારકો છે. કેટલાક લોકો બે હથિયાર પણ ધરાવે છે. આ કામગીરી પોલીસ મથકોમાં થઈ રહી છે ત્યારે હથિયાર સાથે રાખનારાઓને હવે હથિયાર વગર નીકળવાની આદત થોડો ટાઈમ કેળવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.