Abtak Media Google News

કોંગ્રી અગ્રણીઓ પૈસાની ઓફર કરી હોવાનો પૂર્વ સરપંચનો આક્ષેપ, ચૂંટણીપંચમાં ફરિયાદ: મામલતદારને તપાસનો આદેશ આપતા રિટર્નીંગ ઓફિસર

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના જંગમાં આજે કત્તલની રાત છે. ગઈકાલ સાંજથી પ્રચાર પડઘમ શાંત પડયા બાદ આવતીકાલે સવાર સુધી રાજકીય પક્ષો મતદારોને મનાવવા માટે અંદરખાને ભરપુર મથામણ કરી રહ્યાં છે. ગઈકાલે પ્રચારના અંતિમ દિને કોંગ્રી અગ્રણીએ પૈસાની ઓફર કરી હોવાની પૂર્વ સરપંચે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રિટર્નીંગ ઓફિસરે મામલતદારને તપાસ કરવાનોઆદેશ પણ આપી દીધો છે.

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

પેટા ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને ગઈકાલે ઘેલા સોમનાથ ખાતે અંતિમ તાલીમ આપવામાં આવી હતી. બાદમાં આ સ્ટાફનો રાતવાસો પણ ઘેલા સોમનાથ ખાતે જ ગોઠવવામાં આવ્યો હતો. હવે આ સ્ટાફ આજે સવારે મતદાન મથકોનો કબજો સંભાળવા માટે રવાનાથઈ ગયો હતો. બપોર સુધીમાં સ્ટાફ દ્વારા કબજો સંભાળી લેવાનો તંત્રદ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

જસદણ પેટા ચૂંટણીમાં રિસીવીંગ, ડિસ્પેચીંગ તેમજકાઉન્ટીંગ માટે કમળાપુર રોડ પર આવેલ મોડલ સ્કૂલને પસંદ કરવામાં આવી છે. જસદણ વિધાનસભા બેઠક વિસ્તારમાં ૨૬૨ જેટલા મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકોનું નિરીક્ષણ કરવા માટે ૩૦ જેટલા માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂંક કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત ૨૬ બુથ પરથી વેબકાસ્ટીંગ પણ કરવામાં આવનાર છે.

વીડિયોગ્રાફી માટે ૩૦ જેટલા વીડિયોગ્રાફર પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જસદણ વિધાનસભા બેઠક વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળસઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાન હોવાથી આવતીકાલના રોજ જસદણ પંથકમાં રજા જાહેર કરવામાં આવી છે.

ગઈકાલે પ્રચારના અંતિમ દિવસે પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુકાંત ટાઢાણીએ ચૂંટણી કમિશનને ફરિયાદ નોંધાવી હતી કે, તે જસદણની ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથીપ્રચાર કરી રહ્યાં છે. બે દિવસ પૂર્વે કોંગ્રેસના ગજેન્દ્ર રામાણીએ ફોન પર રૂ.૨૫૦૦૦ આપવાનું કહ્યું હતું. સાથે ધારાસભ્ય લલીત કગથરાએ પણ ફોન કરી તેમને બોલાવવામાં આવ્યા હતા. ફરિયાદમાં પૂર્વ સરપંચે કહ્યું કે, તેઓને પૈસાનું પ્રલોભન આપીને કોંગ્રેસનુંકામ કરવાનું કોંગી અગ્રણીઓએ ફોન પર કહ્યું હતું.

આ સમગ્ર મામલાથી રાજકારણ ગરમાયું હતું. બનાવ અંગે જસદણ પેટા ચૂંટણીના રિટર્નીંગ ઓફિસર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂર્વ સરપંચ મધુકાંત ટાઢાણીની ફરિયાદ મળતા તેઓએ જસદણ મામલતદારને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મામલતદાર સમગ્ર બનાવની તપાસ ચલાવીને તેઓને રિપોર્ટ કરશે બાદમાં તેઓ યોગ્ય પગલા લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.