Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને નવ મુદ્દા સાથે રજુઆત બાદ અપાયું ધંધા-રોજગાર બંધનું એલાન

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા જીએસટીને કારણે પડતી વહિવટી મુશ્કેલીના નિરાકરણ માટે પોતાની નવ મુદ્દાની માંગણી ગાંધીનગર ખાતે કેન્દ્રિય મંત્રી સમક્ષ મુકીને આ માંગણીના સમર્થન માટે શુક્ર, શનિ બે દિવસ રોજગાર-ધંધા બંધ રાખવાની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગુ કર્યો ત્યારથી જેતપુર શહેરના સાડી ઉધોગ પર મુશ્કેલીના વાદળો છવાયા છે. સાડી ઉધોગનો પાર્સલમાં તૈયાર પડેલ માસ ટ્રાન્સપોર્ટરો લઈ જતા નથી. જેથી ડાઈંગ એસો. દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે મુલાકાત યોજી હતી. જેમાં ટેકસ વિભાગના ડેપ્યુટી કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાન્સપોર્ટરોને જણાવ્યું હતું કે જીએસટીનો ડર ફકત મોકલનારને જ ભરવાનો છે માટે તેના જીએસટી નંબર હોય તો પણ તૈયાર માલ લઈ જવાથી કયાંય પણ મુશ્કેલી નહીં થાય. પરંતુ ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પોતાને મુખ્ય ઓફિસો તરફથી મોકલનાર અને લેનાર બંનેના જીએસટી નંબર હોય તોજ માલ ટ્રાન્સપોર્ટ કરવો તેવો સરકયુલર આવેલો હોવાનું જણાવતા ડાઈંગ એસો. અને ટ્રાન્સપોર્ટ એસો.ની બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.

આ પહેલા મંગળવારના રોજ ડાઈંગ એસો.નું પ્રતિનિધિ મંડળ કેન્દ્ર સરકાર દ્વારા જેતપુર સાડી ઉધોગની સમસ્યાના ઉકેલ માટે મનસુખભાઈ માંડવીયા સાથે મુલાકાત કરી. પોતાના નવ મુદાની રજુઆત કરેલ છે. એક્ષપોર્ટરને માટે રિફંડની જોગવાઈ છે તેવી જ રીતે જોબ વર્કર અને મેન્યુફેકચરને પણ રિફંડની જોગવાઈ આપવી જોઈએ. વેચનાર વેરો ન ભરે તો ખરીદનારની વેરા શાખ જેન્યુન ટ્રાન્જેકશનમાં નામંજુર ન થવી જોઈએ. સપ્લાયર અને બાયરના મેચીંગ સમસ્યા ગંભીર છે. જો સપ્લાયને પેમેન્ટ થઈ ગયા પછી સપ્લાયર જો જીએસટી ન ભરે તો બાયરની કોઈ જવાબદારી ન હોવી જોઈએ. જેતપુરનો પ્રિન્ટીંગ ઉધોગ અને ઓર્ગેનાઈઝર સેકટર છે અને સ્મોલ સ્કેલ યુનિટો છે. તેઓની કેપેસીટી ખુબ જ નાની છે. જેથી અલગ-અલગ સ્થળ ઉપર અલગ-અલગ પ્રક્રિયા કરીને પ્રોડકટને કંપલીટ કરવામાં આવે છે. પરચુરણ ખર્ચ માટે ‚પિયા ૫ હજાર પ્રતિદિન રીવર્સ ચાર્જ મિકેનીજમમાં જોગવાઈ આપવામાં આવી છે. જે મેન્યુફેકચર કે જોબવર્ક માટે ખુબ ઓછી છે. તો તેમાં કોઈ લિમીટ ન હોવી જોઈએ. પેમેન્ટ ૧૮૦ દિવસમાં ન થાય તો લીધેલી ક્રેડિટને રીવર્સ કરવા માટેની જે જોગવાઈ છે તે વેપાર વ્યવહાર માટે આવી કોઈ મર્યાદા ન હોવી જોઈએ. કાપડ પર જીએસટી પૂર્વે કોઈ ટેકસ ન હતો. હાલ ૫ ટકા જીએસટી છે. જુનો સ્ટોક અને નવા ખરીદેલ માલના માર્કેટ પ્રાઈઝમાં ફરક થતો હોવાથી કાપડના જુના સ્ટોક સંદર્ભે અથવા નિકાલ માટે કંઈક ખાસ જોગવાઈ આપવી જોઈએ.ઉપરોકત રજુઆત બાદ તેના અમલીકરણની માંગ સાથે જેતપુર ડાઈંગ એસો. કોટન પ્રિન્ટ એસો. અને મલમલ એસો. શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ પોત-પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.