Abtak Media Google News

અગાવ પણ દૂધમાં ભેળસેળ કરતા ઝડપાયો હતો

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સૂદ સાહેબ તથા I/C નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ સા, ગોંડલ વિભાગ તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર કે.આર.રાવત સા શ્રી, ધોરાજી વિભાગ નાઓએ વિરપુર (જલારામ) પો.સ્ટે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સુચનાઓ આપેલ હતી તે અન્વયે વિરપુર (જલારામ) પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં જનરલ પેટ્રોલીંગમાં હતા.

જે આધારે વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સબ.ઈન્સ આર.ડી.ચૌહાણ તેમના ભરોસાના અને અંગત બાતમીદારો રાહે બાતમી હકીકત મળેલ કે વિરપુર(જલારામ) પો.સ્ટેમાં અગાઉ ભેળસેળવાળુ દુધ વેચનાર અને અગાઉ આવા ગુન્હામાં પકડાયેલ આરોપી નામે રામજી હકાભાઈ સાસલા જાતે ભરવાડ, રહે- કાગવડ, જેતપુર નો ફરીથી તેના કબ્જા હવાલાવાળી સફેદ બોલેરો વાન રજિ નંબર GJ 03 AZ 5034 માં દુધના કેન ભરી ભરવાડ પાટી પાસેથી પસાર થઈ થોરાળા સહકારી દુધ મંડળી ખાતે ભેળસેળયુક્ત દુધ વેચવા નીકળેલો છે.

તેમ ચોક્ક્સ બાતમી હકીકત મળતા પો.સબ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ સા તથા ASI રણછોડભાઈ અરજણભાઈ તથા ડ્રાઈવર APC સાજનભાઈ કરશનભાઈ તથા ULR વિજયભાઈ મનસુખભાઈ તથા ULR વિપુલભાઈ ધીરુભાઈ વિગેરેનાઓ સરકારી વાહનમાં બેસી બાતમી વાળી જગ્યાએ વોચમાં રહેતા ઉપરોક્ત વર્ણનવાળી બોલેરો વાન પસાર થતા આરોપી મજકુરે પોલીસ વાન જોઈ તેના વાહનની સ્પીડ વધારી નાસવાનો પ્રયાસ કરતા જેનો પીછો કરી તેને જેઠાબાપાની જગ્યા પાસે, જેપુર રોડ ખાતેથી પકડી પાડી તેનુ નામઠામની ખરાઈ કરી.

Img 20180518 Wa0028અને તેની પાસેની બોલેરો વાન નંબર GJ 03 AZ 5034 જોતા જેમા ૪૦ લીટરીયા પ્લાસ્ટીકના દુધના કેન નંગ ૮, કિ.રૂ. ૧૬૦૦/- તથા ૪૦ લીટરીયા ટીનના દુધના કેન નંગ ૨, કિ.રૂ. ૨૦૦૦/- તથા ૩૦ લીટરીયા ટીનના દુધના કેન નંગ ૨, કિ.રૂ. ૧૦૦૦/- તથા પતરાનુ કેન નંગ ૧, કિ.રૂ. ૫૦/- તથા બોલેરો વાન કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા દુધના હિસાબની ડાયરી કિ.રૂ. ૦૦/- તથા કુલ દુધ ૩૯૯ લિટર, કિ.રૂ આશરે ૧૦૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૧૪,૬૫૦/- મળી આવતા જે દુધની ગુણવત્તા બાબતે મજકુર આરોપીને પુછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ નહી આપી શકતા ઉપરોક્ત તમામ મુદ્દામાલ CRPC ૧૦૨ મુજબના કામે કબ્જે કરી ડ્રાઈવર આરોપી રામજી હકાભાઈ સાસલા જાતે ભરવાડ, રહે- કાગવડ, જેતપુર ને તા: ૧૮/૦૫/૨૦૧૮ ના રોજ CRPC ૪૧(૧)ડી ના કામે ક. ૧૨/૩૦ વાગે અટક કરી તમામ ભેળસેળવાળુ દુધ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રી ડિ.જે.સોલંકી સા નાઓની હાજરીમાં તેઓની સુચના અન્વયે સ્થળ ઉપર નાશ કરેલ છે.

ઉપરોક્ત આરોપી રામજી હકાભાઈ સાસલા જાતે ભરવાડ, રહે- કાગવડ, જેતપુર નો અગાઉ વિરપુર (જલારામ) પો.સ્ટે માં ફર્સ્ટ ગુ.ર.નં ૩૭/૨૦૧૭, ઈપીકો કલમ ૨૭૨, ૨૭૩, ૪૧૭, ૪૨૦, ૧૧૪ મુજબના ગુન્હામાં પણ પકડાયેલ છે. ઉપરોક્ત કામગીરી વિરપુર(જલારામ) પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ સા તથા ASI રણછોડભાઈ અરજણભાઈ તથા ડ્રાઈવર APC સાજનભાઈ કરશનભાઈ તથા ULR વિજયભાઈ મનસુખભાઈ તથા ULR વિપુલભાઈ ધીરુભાઈ વિગેરેનાઓએ ટીમવર્કથી કરી ખોરાકમાં ખુબજ મહત્વ ધરાવતી વસ્તુ દુધમાં જાહેર આરોગ્યને નુકશાન થાય તે રીતે ઈરાદાપુર્વક ભેળસેળવાળુ દુધ વેચનારને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.