Abtak Media Google News

યે આગ કબ બુજેગી….. કૃષિ બિલ મુદ્દે ચાલતા આંદોલન નો જલ્દીથી નિવેડો આવે તે માટે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે ના સઘળા પ્રયાસો અત્યાર સુધી કોઈપણ નિર્ણય વગર પેન્ડીંગ રહેતા આવ્યા છે ગઈકાલે સુપ્રીમ કોર્ટ આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે દિવાલ બનીને ઉભી થઈ ગઈ હોય તે સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરી કૃષિ કાયદા અંગેનો નિર્ણય તેમના પર છોડીને મામલાને જલ્દીથી ઉકેલવા માટેના પ્રયાસોમાં ભૂમિકા ભજવી છે.

ત્યારે હજુ આ આંદોલનનો કોયડો અણ ઉકેલ રાખવા માટે આંદોલનકારીઓ એ કમળો હોય તેને પીળું દેખાય તેમ સુપ્રીમ કોર્ટની કમિટીની રચના સહિતના નિર્ણય ઉપર પણ શંકા વ્યક્ત કરી છે, સુપ્રીમ કોર્ટે ગઈકાલે કેન્દ્ર સરકાર પાસેથી એક સોગંદનામું માંગીને ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલા આક્ષેપોમાં વાનકુંવરની એક પ્રતિબંધિત સંસ્થાને આર્થિક ભંડોળ પૂરું પાડતી હોવાના આક્ષેપ અંગે ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું.

એટર્ની જનરલ કે કે વેણુગોપાલ દ્વારા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સરકારને આક્ષેપોની ખરાઇ કરવા આદેશો આપ્યા છે દિલ્હીના એક નાગરિકે કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે આંદોલનકારીઓને પ્રતિબંધિત સંગઠનો તરફથી પૈસા મળે છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશ સાલ્વે જણાવ્યું હતું કે આંદોલનકરીમાંથી કેટલાક લોકોને પ્રતિબંધિત સંગઠનો મારફત પ્રત્યેકને ૧૦૦૦૦ રૂપિયા આપીને વિરોધ પ્રદર્શનમાંમાં લાવવામાં આવી રહ્યા છે. આ આક્ષેપ સામે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘ ના ધારાશાસ્ત્રી પી એસ નરસીમા એ આ મુદ્દે રજૂઆત કરી છે અને સમગ્ર પ્રકરણ માં પ્રતિબંધિત સંગઠનો દ્વારા પૈસા ખર્ચીને આંદોલન કાર્યોને ભડકાવવા માં આવી રહ્યા આંદોલનકારીઓએ તો તો સુપ્રીમ કોર્ટની સમિતિ સામે પણ સવાલ ઉઠાવ્યા છે કમળો હોય તેને પીળું દેખાય એવી રીતે આ આખું આંદોલન કોઈક ઇશારેના ચાલતો હોવાના પુરાવા ની સાથે સાથે સુપ્રીમ કોર્ટની સમિતિ સામે આંદોલનકારીઓએ શંકા વ્યક્ત કરી છે આંદોલનકારીઓને સુપ્રીમ કોર્ટનાનિર્ણય સામે પણ શંકાઓ ઉભી થઇ છે. સરકારે રચેલ સમિતિના સભ્યો કૃષિ કાયદાના હિમાયતી હોવાનો આંદોલનકારીઓનો આક્ષેપ ૨૬મી જાન્યુઆરી દેખાવ કરશે.

સરકારને સુપ્રીમના નિર્ણય પર ભરોસો

કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન અને સરકાર વચ્ચે ઊભી થયેલી મડાગાંઠ મને જલ્દીથી ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે ગઈકાલે નિષ્ણાતોની સમિતિ ની રચના કરવાનો નિર્ણય લીધો હતો અને આ સમિતિ આ મડાગાંઠને ઉકેલવા માટે સફળ થાય તેવી આશા વ્યક્ત કરી હતી સરકારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકારીને આશા સેવી છે કે હવે આ મુદ્દો સંપૂર્ણપણે ન્યાય અને બંને પક્ષના સંતુલન સમાધાન સાથે ઉકેલાશે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીએ માધ્યમો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોર્ટે સમિતિની રચના કરીને આ મુદ્દાના ઉકેલ માટે ના જે નિર્ણય લીધા છે તે યોગ્ય છે સરકાર એ પણ અગાઉ સમિતિની રચના કરવાની દરખાસ્ત કરી હતી પરંતુ આંદોલનકારી કોઈએ તેનો વિરોધ કર્યો હતો અને કોઈપણ સંજોગોમાં કાયદો પાછો ખેંચવાની હર્ષ પકડી રાખી હતી હવે તમે તેની રચનાથી આંદોલન લો ઉકેલ આવશે તેવી આશા તેમણે એવી હતી.

કોર્ટને સમજો છો શું?

વર્ચ્યુઅલ સુનાવણીમાં ગેરહાજર રહેતા વકીલો ની ગેરહાજરી સામે મુખ્ય ન્યાયાધીશ આકરા પાણીએ થયા હતા વિડિયો વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન જાણીતા ધારાશાસ્ત્રી દુષ્યંત દવે પ્રશાંત ભૂષણ કોલીગ સર્વે અને એચ.એસ ફુલકા મંગળવારન સુનાવણીમાં ગેરહાજર રહેતા મુખ્ય ન્યાયાધીશે તમામ ગેરહાજર રહેનાર ને રીતસરના ઉધળો લઈ લીધા હતા ખેડૂતોની પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ટ્રેક્ટર રેલી અંગેની સુનાવણી દરમિયાન ચારે વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઓ વિડીયો કોન્ફરન્સમાં ગેરહાજર રહ્યા હતા તારે વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઓની ગેરહાજરીને લઇને મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે તમે કોર્ટ ને સમજો શું ગંભીર મામલાની સુનાવણી દરમિયાન ગેરહાજર રહેનારા લોકોની બેજવાબદારી ની કોર્ટે નોંધ લીધી હતી આવી રીતે સમયનો વ્યય કરવો એ ન્યાયતંત્રને પાલવે નહીં એમ જણાવી મુખ્ય ન્યાય મૂર્તિએ  કડક શબ્દોમાં કહ્યું હતું કે આ અદાલત છે તમે સમજો છો શું?

સુપ્રીમે રચેલ સમિતિના સભ્યો કૃષિ કાયદાના હિમાયતી હોવાનો આંદોલનકારીઓનો આક્ષેપ: ૨૬ મી જાન્યુઆરી દેખાવ કરશે

છેલ્લા છ મહિનાથી કૃષિ કાયદા મુદ્દે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવાના પ્રયાસના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે ચાર રાતોની સમિતિની રચના કરીને આ કાયદા અંગેનો નિર્ણય લેવાનો વચલો રસ્તો અખત્યાર કર્યો છે તેની સામે પણ આંદોલનકારીઓએ વિરોધ ઉઠાવ્યો છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે આ ચારે સભ્યો કૃષિ કાયદાના અમલ ના હિમાયતી છે તેથી આંદોલનકરી ઓ એ આ સમિતિના સભ્યોની વાત માનવાનો ઈનકાર કરી દીધો છે આંદોલનકારી નેતાઓ એ વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પણ વિરોધ ચાલુ રાખશે તેવી જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.