Abtak Media Google News

કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજયમંત્રી મનસુખ માંડવિયાએ ખેત રસાયણ માટેની યોજનાને લઈ કરી મહત્વની જાહેરાત

દેશના વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો રહેલો છે. મોટાભાગની વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે અને તેની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિ લગતી વ્યવસાય માંથી મેળવે છે. અર્થતંત્રમાં ૬૫ ટકા હિસ્સો સીધી કે આડકતરી રીતે ખેતીનો રહે છે.

સામાન્ય રીતે રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. તેમનો કૃષિ એ મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. તેમજ ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે. જેમાં અત્યારે સૌથી કૃષિ વિકાસ માં અગત્યનો ફાળો માધ્યમ હોય તો ટી.વી. માં દરરોજ યા સમયાંતરે આવતા વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમો તેમજ કૃષિ આધારીત બનાવેલ વિવિધ કૃષિ પોર્ટલ તેમજ કૃષિ લગતી એપ્લીકેશનો છે.

અત્યારે ખેતી જ્યારે યુવા પેઢીના હાથમાં આવી છે ત્યારે કૃષિ લગતા વિવિધ પોર્ટલો અથવા કૃષિ લગતી વિવિધ મોબાઈલ એપ્લીકેશનોની યુવા પેઢીને માહિતી હોવી આવશ્યક છે. ગામડામાં અત્યારેમોટો વર્ગ મોબાઈલ માં ઈન્ટરનેટ વાપરતો થયો છે ત્યારે કૃષિ લગતી વિવિધ યોજનાની માહિતી તેમને ઘરે બેઠા મળી શકે તેમ છે. આવા સંજોગોમાં સરકારે સ્થાનિક સ્તરે ખેત રસાયણોના ઉત્પાદનમાં ક્રાંતિ સર્જાય તે હેતુથી ઉત્પાદન આધારિત વળતરની યોજનાની અમલવારી કરવાનું શરૂ કર્યું છે.

Government To Bring Pli Scheme To Promote Domestic Agro Chemicals Manufacturing Mandaviya

કેન્દ્ર સરકાર ઘણા સમયથી પ્રોડક્શન સંયોજિત પ્રોત્સાહન યોજના ચલાવી રહી છે. ઘણા ક્ષેત્રોના એકમો આ સ્કીમનો લાભ લઇ રહ્યા છે. હવે એગ્રો કેમિકલ્સના ઉત્પાદનમાં સરકારની પ્રોત્સાહક યોજનાઓનો લાભ મળશે. આ મામલે કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજયમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, જેમ અમે ફાર્મા સેકટરમાં ઉત્પાદન આધારિત યોજનાનો લાભ આપ્યો છે તેમ એગ્રોમાં વપરાતા કેમિકલ્સમાં પણ આમે આવો લાભ આપીશું.

વર્ષ ૨૦૩૪માં સ્થાનિક સ્તરે કેમિકલ અને પેટ્રોકેમિકલનું વધુ ને વધુ ઉત્પાદન કરી આયાતનું ભારણ ઘટાડવા તેમજ મહત્વના કેમિકલ્સમાં રોકાણ લઈ આવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે આત્મનિર્ભર ભારતમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર પણ મહત્વનો ભાગ ભજવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક પ્રોત્સાહનો આપવામાં આવશે. બીજી તરફ ઘર આંગણે ઉત્પાદિત થયેલા ખેત રસાયણના કારણે ખેતીને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.