Abtak Media Google News

ભારતની વેપાર રણનીતિ, આંતકવાદ સામેની લડાઇ, વિદેશી રોકાણ સહિતનાં મુદ્દે ચર્ચા કરાશે!

ભારતના લોક તાંત્રિક શાસન વ્યવસ્થામાં આમ તો વિદેશી નીતીને જવાહરલાલ નહેરુના વિચાર બીજની ઉત્પતિ અને તેમના આદર્શોથી થયેલું સર્જન માનવામાં આવે છે પરંતુ સરકારે હવે વિદેશનીતી અને દેશના ભવિષ્યને સરદાર વલ્લભભાઇ પટેલના આદર્શો તરફ વાળવાના પ્રયત્નો શરુ કર્યા હોય તેમ ભારતના બિસ્માક સરદાર વલ્લભભાઇ પટેલના વિચાર બીજને કેન્દ્રમાં રાખી ભારતના ભવિષ્યને સુદઢ બનાવવાની પ્રક્રિયામાં સરદાર પટેલને પ્રોજેકટમાં મુકવાનો અભિગમ અમલમાં મુકયો છે. પ્રથમ વખતકેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં યજમાન પદે યોજાનારી વિદેશ મંત્રાલયની વાર્ષિક સંમેલન સરદાર પટેલના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિઘ્યમાં નર્મદા જીલ્લામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારના વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સમાં ગૃહ વિભાગના વરિષ્ઠ પદાધિકારીઓ, ભારતના તમામ એલચી હાઇ કમીશનરની બેઠક ભારતનો રાજકીય અને સાંસ્કૃતિક પ્રભાવ, વધુને વધુ પ્રસારવાના હેતુ માટે દર વર્ષે દિલ્હી ખાતે યોજાતી ગૃહ મંત્રાલયની આ બેઠક આ વર્ષે સ્ટુચ્યુ ઓફ યુનિટી સ્મારક ખાતે ગુજરાતના નર્મદોામાં સરદાર પટેલના ચરણમાં યોજાશે.

ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષે યોજાતી આ કોન્ફરન્સ આ વખતે લોકસભાની ચુંટણીઓને કારણે રદ કરવામાં આવી હતી અને હવે આગામી સપ્ટેમ્બરમાં કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનીટી સ્મારકમાં યોજાશે.

સપ્ટેમ્બર મહીનામાં યોજનારી ગૃહવિભાગની આ પરિષદની તૈયારી અંગે સરકારી સુત્રોએ જણાવ્યું હતું  કે વિશ્ર્વની સૌથી મોટી પ્રતિમા સ્થળ નજીક ખાસ ટેન્ટ સીટી ઉભુ કરવામાં આવશે. અને આ સેમીનારને વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા કરાનાર ઉદધાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.

દેશના તમામ એલચીઓ અને વિદેશી મંત્રાલય સાથે સંકળાથયેલા પદાધિકારીઓની આ વાર્ષિક બેઠકમાં અમેરિકા, ચીન અને રશિયા અને ટ્રમ્પ વહીવટી તંત્ર સાથે સંકળાથયેલા ભારતના અંગે ચર્ચા દેશમાં વિદેશી મૂડી રોકાણ જેવા મહત્વના મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચાશે.

વિદેશી મંત્રાલયની આ બેઠકનું પરંપરાગત રીતે દર વર્ષે દિલ્હીમાં આયોજન થતું હતું. પરંતુ આ વર્ષે તેમાં બદલાવ લાવીને સરકારે બધાને ચોકાવી દીધા છે. અમિતશાહ અને નરેન્દ્ર મોદી, સરદાર પટેલ અંગે કહેતા આવ્યથા છે કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએુ ઘણો અન્યાય કર્યો હતો. ગયા અઠવાડીયે રાજયસભામાં સંબોધન વખતે કહ્યું હતું કે, તો જમ્મુ-કાશ્મીરની સમસ્યાનો સામનો કરવો પડયો ન હોત તેમણે કોંગ્રેસના નેતાઓ ને સરદાર પટેલના સ્મારકની મુલાકાત વખતે આડે હાથે લીધા હતા. અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે નહેરુના કારણે કાશ્મીરમાં પાકનો કબજો ઉભો થયો છે.

આ વર્ષે ગૃહ વિભાગની સરદાર પટેલના સ્મૃતિકક્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી આ બેઠકમાં નરેન્દ્ર મોદી  સંબોધન કરશે આ બેઠકમાં વડાપ્રધાન, વિદેશ સચિવો, હાઇકમીશ્નર સહીતના વરિષ્ઠ પ્રતિનિધીઓને સંબોધશે સરદાર પટેલના ચરણોમાં આ મહત્વની બેઠક યોજવાના કારણમાં સરકારી સુત્રોએ જણાવ્યું છે કે આ બેઠકના માઘ્યમથી વિશ્ર્વભરમાં સરદાર પટેલની મહત્તાને વધુ ઉજાગર કરવા માટે આ કોન્ફરન્સનું સ્થળ કેવડીયા ખાતે રાખવામાં આવ્યું છે. ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી આ બેઠકમાં મઘ્ય યુરોપમાં દેશોના એલચી  અધિકારીઓ અને હાઇકમીશર દરજજામાં પદાધિકારીઓ ખાસ ઉ૫સ્થિત રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ગૃહ મંત્રાલયના આયોજન તળે રાષ્ટ્રીય કક્ષાની ગૃહમંત્રાલયની આ બેઠક નવી દિલ્હીમાં યોજાય છે. તેમાં વિશ્ર્વભરના ભારતના હાઇકમિશ્નર અને બીજીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં દેશની વિદેશ નીતી સાથથે સંકળાથયેલા મહત્વના મુદ્ાઓ ની ચર્ચા કરવામાં આવતી હોય છે. આ વખતે આ કોન્ફરન્સનું સ્થળ નવી દિલ્હીના બદલે સરદાર સ્મારક ખાતે ફેરવીને મોદી સરકારે સરદારની વિચારધારાને વિશ્ર્વસમક્ષ ઉજાગરા કરવાની દિશા તરફ એક આગવી પહેલનો નિર્દેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.