Abtak Media Google News

જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. સૌભાગ્યવતી બહેનો આજે વહેલા ઉઠી, શિવાલયમાં જઈ શિવ-પાર્વતીની પુજા કરી હતી. આજથી પાંચ દિવસ બહેનો મીઠા વગરનું ગળપણ વગરનું ભોજન લેશે.Dsc 0492આપણા શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલા છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ-સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. જયા પાર્વતીનું સૌપ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. આ વ્રત દરમ્યાન ભગવાન શંકર પાર્વતીની પુજા કરી તેમના નામ સ્મરણ કરવા, સદગુણી અને સંસ્કાર પતિ મેળવવા કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે. જે ઘરમાં બાલિકાઓ અને સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ-ઉલ્લાસથી ભરાઈ જાય છે. આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. રવિવારે વ્રત કરનારી બહેનો જાગરણ કરશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.