Abtak Media Google News

ઉપલેટામાં ૬.૧૭ કરોડના ખર્ચે નિર્માણ કરેલ કુલ ૧૪ કામોના લોકાર્પણ તથા અંદાજીત ‚પિયા ૯.૬૦ કરોડના ખર્ચે નવા વિકાસ કામોના ખાતમુહૂર્તનું ગઈકાલે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે થયેલ હતું.

Advertisement

આ તકે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવેલ કે ગુજરાતમાં ભાજપની સરકારે લોકોની સુખાકારી માટે અનેક મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકી છે. આને કારણે છેવાડાના માનવી સુધી આનો લાભ લઈ રહ્યા છે. વધુમાં રાદડીયાએ જણાવેલ કે જે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીમાં મોટો પ્રશ્ર્ન હતો તે ભાજપની સરકારે હલ કરેલો. તેમાં ઉપલેટા વિસ્તારમાં પણ ભાદરની પાઈપ લાઈન નાખી આ વિસ્તારમાં કાયમી માટે પાણી પ્રશ્ર્ન હલ કરેલ છે.

આ તકે શહેરની શોભા વધારતા કોલકી રોડ ઉપર આવેલ પીઠળ ગ્રુપ દ્વારા ૭ લાખના ખર્ચે બનાવેલ. તેમજ નાગનાથ ચોકમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.ગોવિંદભાઈ સુવાની સ્મૃતિમાં અને પુર્વબેન દાનભાઈ ચંદ્રવાડિયાના સંયુકતપણે બનાવેલ બંને પ્રવેશ દ્વારનું રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ તકે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ વિધિ, જનતા ગાર્ડન, આંગણવાડી અને શૌચાલયના કામોનું લોકાર્પણ કરાયું હતું.

આ તકે ઉપલેટાના ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, પૂર્વ સાંસદ અને લડાયક નેતા હરિભાઈ પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ આર.સી.ફડદુ, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, ભાજપ વિસ્તારક ભરતભાઈ અકબરી, નગરપાલિકા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઈ પટેલ, આરડીસી બેંકના ડિરેકટર હરિભાઈ ઠુંમર, સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા, યાર્ડના ઉપપ્રમુખ રાજાભાઈ સુવા, તાલુકા ભાજપના પ્રમુખ રાજશીભાઈ, શહેર ભાજપના મહામંત્રી ચંદ્રવાડિયા, ચેમ્બરના પ્રમુખ હસુભાઈ પંડયા, નગરશેઠ અમિતભાઈ શેઠ, રણુભા જાડેજા, કનુભાઈ સુવા, ભાયાવદર શહેર ભાજપના પ્રમુખ મિતેશભાઈ અમૃતિયા, સહકારી આગેવાન દિપકભાઈ સુવા, કમલેશભાઈ ચંદ્રવાડિયા, ઉધોગવાડી ધરણાંતભાઈ સુવા, નિતિનભાઈ અઘેરા, હરસુખભાઈ સોજીત્રા, ભાયાવદર નગરપાલિકા પ્રમુખ અતુલભાઈ વાઘાણી, દાતાઓ દિપકભાઈ સુવા, નરેન્દ્રભાઈ, કિશોરભાઈ સુવા, ભરતભાઈ સુવા, પૂર્વિબેન ચંદ્રવાડિયા, ભાવેશભાઈ સુવા, મયુરભાઈ સુવા, કનુભાઈ કાલાવડિયા, વિઠ્ઠલભાઈ વસોયા, નિલેશભાઈ ડડાણીયા, સંજયભાઈ વેકરીયા હાજર રહેલ હતા. તમામ દાતાઓનું વિવિધ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.