Abtak Media Google News

ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમાધાનની મધ્યસ્થી કરવાનું કહેતા આગળ આવ્યો: પી.ટી. જાડેજા

જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજાને રૂબરૂ મળી વિવાદનો અંત લાવવા મધ્યસ્થી કરશે: સંમેલન બોલાવાશે આમ છતાં ઉકેલ નહીં આવે તો આમરણાંત ઉપવાસની તૈયારી

‘ઓધવજી મારા વ્હાલાને વઢીને કહે જો, માને તો મનાવી લેજો’ જાણીતા ભજનને સાર્થક કરવા માટે રાજપૂત-ક્ષત્રિય સમાજ દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે. ગોંડલ અને રીબડા વચ્ચે ચાલતા વિવાદને સંવાદથી ઉકેલ લાવવા માટે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાને સમાજે જવાબદારી સોપવામાં આવતા તેઓએ આ ‘બીડુ’ ઝડપી જયરાજસિંહ જાડેજાને સમાજના હિત માટે સમજાવશુ, સમાજનો પ્રશ્ર્ન છે. તે નિભાવવા માટે અમો મેદાને આવ્યા છીએ આ વિવાદનો સુખદ અંત લાવવા તમામ પ્રયાસો કરવામાં આવશે તેમ ‘અબતક’ સાથેની વાત ચીતમાં પી.ટી.જાડેજાએ જાણાવ્યું છે.

Advertisement

ગોંડલ ધારાસભાની ચૂંટણીની ટિકિટના મુદે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે થયેલા વિવાદ વધુ વકરી રહ્યો હોવાથી બંને વચ્ચે સમાધાનનો સેતુ રચવા માટે સમાજની લાગણી અને માગણીને ધ્યાને લઇ આંતર રાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘના પ્રમુખ પી.ટી.જાડેજા આગળ આવ્યા છે. મિલકતના પ્રશ્ર્ને બે સગા ભાઇઓ વચ્ચે પણ મનદુ:ખ અને મતભેદ હોય છે. આવા ઘણા કિસ્સાઓમાં પણ સુખદ અંત આવતો હોય છે. તો જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલતા વાદ વિવાદનો અંત પણ સુખદ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. સારા ઉદેશ સાથે બંને વચ્ચે બહુ ઝડપથી સમાધાન થાય તે માટે પી.ટી.જાડેજાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાજના આગેવાનોને અપીલ કરી છે.

ગોંડલમાં રાજપૂત સમાજની જુદી જુદી ચાર સંસ્થાના આગેવાનોની આજે ગોંડલ ખાતે જ પી.ટી.જાડેજાએ એક મિટીંગનું આયોજન કર્યુ છે. તેમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે સમાધાન કરાવવા અંગેની ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ આવતીકાલે રાજકોટ ખાતે શ્રી હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ ખાતે ભુતર્પૂવ વિદ્યાર્થી દ્વારા ત્રિ-વિધ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પુરો થયા બાદ સમાજના આગેવાનો સાથે ગોંડલ અને રીબડા જૂથ્થના સમાધાન અંગેની ફોમ્યુલા ઘડવામાં આવશે.

જરૂર પડશે તો ક્ષત્રિય સમાજનું મહાસમેલન બોલાવવાનું પણ વિચારવવામાં આવી રહ્યું છે. આમ છતાં સમાધાન નહી થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની તૈયારી દર્શાવી છે પરંતુ સમેલન કે ઉપવાસ આંદોલનની જરૂર નહી પડે સમાજ હિત માટેનો પ્રશ્ર્ન છે. જવાબદારી નિભાવવા સાથે મેદાનમાં આવ્યો છું. મને જયરાજસિંહ જાડેજા પર પુરો ભરોસો અને આશા છે. તેઓ સમાજના હિત માટે સહકાર આપશે આ રીતે અનિરૂધ્ધસિંહ જાડેજા પણ સમાજનું હિત ધ્યાને લઇને સમાધાનની વાત માનશે તેમ પી.ટી.જાડેજાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.