Abtak Media Google News

હતું પણ ટ્રાફિક સિગ્નલો જ બન્યા નિયમ ભંગના નિમિત 

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની પ્રજા શિક્ષીત અને કાયદાકીય પ્રજા ગણાય છે. અહીં નિયમો અને સરકારના જાહેરનામાની અમલવારી માટે તંત્રએ બહુ મહેનત કરવી પડતી નથી પણ ગઈકાલે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા માટે ટ્રાફિક વ્યવસ્થાના સિગ્નલ જ નીમીત બની ગયા હતા, એક તરફ કોરોના સંક્રમણ વધતું જાય છે. 8 વાગ્યાથી કરફયુનો અમલ લાગવાનો હતો. રાજકોટની પ્રજા વેપાર, ઉદ્યોગ અને કામ ધંધાવાળા લોકો સમયનો તકાજો જાણી સમયસર ઘેર પહોંચવા માટે 1 થી 15 કિ.મી. દૂરની જગ્યાએથી સમયસર રવાના થયા પરંતુ લોકો અને વાહનો વિના અવરોધે પોતાના હોમ ડેસ્ટીનેશન સુધી પહોંચે તે માટે રસ્તા સાફ હોવા જોઈએ.

તેના બદલે રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ, રાજકોટના રાજનગર ચોક સિગ્નલ લેન સહિતના અનેક જગ્યાએ 8 વાગ્યા બાદ પણ સિગ્નલોની ટીકટીક ચાલુ હતી. 8 વાગ્યે કરફયુનો અમલ થવાનો હોય ટ્રાફિક સડસડાટ પોતાના ડેસ્ટીનેશન સુધી પહોંચી જાય તે જોવાની તંત્રની ફરજ હોય તેવા સંજોગોમાં વ્યવસ્થાના અભાવ અને અણ આવડતના કારણે 8 વાગ્યા બાદ પણ ઠેર-ઠેર સિગ્નલો ચાલુ હોવાથી વાહન ચાલકોને ફરજિયાત ટ્રાફિકજામ જલ્દીથી ઘેર પહોંચવાની ઉતાવળ, કરફયુનો અમલનો ભંગ ન થાય તેની ચીવટની એકથી વધુ પળોજણમાં અટવાવું પડ્યું હતું. 8 વાગ્યે શહેરમાં કરફયુનો અમલ થવાનો હોય, રાજકોટના હજારો વાહન ચાલકોને ઘેર પહોંચવાની ચીવટ હોય ત્યારે ટ્રાફિક શાખાએ પોતાની ફરજ બજાવીને સિગ્નલ સમયથી વધુ ચાલુ ન રહે તેવી ચીવટ દાખવવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.