Abtak Media Google News

ઉપલેટા માર્કેટીંગ યાર્ડની પ્રતિષ્ઠાભરી ભરી ચેરમેન અને વા. ચેરમેનની ચૂંટણીમાં રાજયમંત્રી જયેશ રાદડીયાનો હાથ ઉંચો રહ્યો છે. ચેરમેન તરીખે પટેલ અને વાઈસ ચેરમેન તરીખે સુવા ચૂંટાઈ આવ્યા હતા.

ગઈકાલે બપોરે ૧૨ વાગે યાર્ડના અલગ ખંડમાં જિલ્લા રજસ્ટાર ટીપાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી તેમાં બોર્ડ ઓફડિરેકટરના ૧૪ સભ્યો તેમજ નગરપાલીકાના એક પ્રતિનિધિ અને જીલ્લા રજીસ્ટાર અને તાલુકા વિસ્તરણ અધિકારી સહિત ૧૭ સભ્ય હાજર રહેલા હતા.

સર્વ પ્રથમ યાર્ડના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ૧૭માંથી નવ મત માધવજીભાઈ પટેલને મળતા તેઓ ચૂંટાઈ આવેલા હતા ત્યારબાદ વા.ચેરમેનની ચૂંટણી યોજાતા ૧૭માંથી નવ મત વા. ચેરમેન પદ ના ઉમેદવાર રાજાભાઈ સુવાને મળતા તેઓ ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટાયેલા બંને દાવેદારો અઢી વર્ષ માટે ફરી ચૂંટાઈ આવેલા હતા. યાર્ડ ના ચેરમેન તરીકે માધવજીભાઈ પટેલ અને વા. ચેરમેન તરીકે રાજાભાઈ સુવા ચૂંટાઈ આવતા એક સમયના સહકારી ક્ષેત્રના દિગ્જજ નેતા વિઠલભાઈ રાદડીયાના પુત્ર અને રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાનો વટ અકબંધ રહ્યો છે. યાર્ડની ચૂંટણી વખતે રાજય સરકારે જિલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાને ખાસ ઉપસ્થિત રાખી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરાવાઈ હતી. ચૂંટાઈ આવેલા બંને દાવેદારોને આર.ડી.સી. બેંકનાં ડિરેકટર હરિભાઈ ઠુંમર, સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા સહકારી આગેવાન આર.સી.ભૂત, જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમસિંહ સોલંકી ભાજપના અગ્રણી અશોકભાઈ માકડીયા, સતિષભાઈ રાજશીભાઈ હુબલ, ભાવેશભાઈ સુવા, કનુભાઈ સુવા, પરબતભાઈ ડાંગર, બહાદૂરસિંહ ચુડાસમા, બાવનજીભાઈ સુવા વિગેરે હાજર રહી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.