Abtak Media Google News

આઈઓસી વર્ષ 2045માં જ સરકારનો ’નેટ ઝીરો’નો લક્ષ્યાંક સાર્થક કરશે

ગુજરાતમાં વધુ ચારજિંગ સ્ટેશન ઉભા કરવા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સજ્જ

ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ સરકારી તિજોરીમાં રૂ. 10307 કરોડ વેટ અને જીએસટીનું યોગદાન આપી સરકારની તિજોરી છલકાવી હતી

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકારે અનેકવિધ યોજનાની અમલવારી શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે સરકાર ઉર્જા ક્ષેત્રને વિકસિત બનાવવા માટે અનેકવિધ પગલાંઓ પણ લીધેલા છે ત્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરી અને ભવિષ્યમાં તેમના દ્વારા નિર્ધારિત કરેલા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન ઓઈલની ગુજરાત સ્ટેટ ઓફિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા સ્ટેટ હેડ  એમ. અન્ના દુરાઈએ અહીં આઈઓસીએલના વેચાણ, ભાવિ વિસ્તરણ યોજનાઓ તથા વિવિધ પ્રોડક્ટ્સ વિશે માહિતી આપી હતી. અન્ના દુરાઈએ જણાવ્યું હતું કે  માર્ચ, 2023 સુધીમાં  માળિયા, મહુવેજ તથા રાધનપુરમાં ત્રણ એલએનજી સ્ટેશન ખાતે એક હાઈડ્રોજન સ્ટેશન કાર્યરત કરાશે.

Advertisement

કંપની તેની આઠ ફેસિલિટીઝ માટે ગ્રીનસીઓ સર્ટિફિકેશન ધરાવે છે. જેમાં બારેજા ટર્મિનલ, હજીરા ટર્મિનલ, સાણંદ બોટલીંગ પ્લાન્ટ, સિદ્ધપુર ટર્મિનલ, રાજકોટ બોટલીંગ પ્લાન્ટ, હજીરા બોટલીંગ પ્લાન્ટ, ગાંધાર બોટલીંગ પ્લાન્ટ તથા ભાવનગર બોટલીંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માર્ચ, 2023 સુધીમાં વધુ 6 લોકેશન માટે ગ્રીનસીઓ સર્ટિફિકેટ મેળવવાની યોજના છે. ગત નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કંપનીએ સરકારી તિજોરીમાં રૂ. 10307 કરોડ વેટ અને જીએસટીનું અને ડિસેમ્બર, 2022 સુધી ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 9118 કરોડનું યોગદાન આપ્યું હોવાનું તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ કંપની દ્વારા કુલ 19.09 લાખ (49.5 ટકા) જોડાણ ઉપલબ્ધ બનાવાયા હોવાનું જણાવતાં શ્રી અન્ના દુરાઈએ ઉમેર્યું હતું કે કંપની કુલ 74.11 લાખ ઘરેલુ રજિસ્ટર્ડ એલપીજી કનેક્શન ધરાવે છે.ગુજરાતે એપ્રિલ-જાન્યુઆરી, 2023ના સમયગાળા દરમિયાન ગત વર્ષના સમયગાળાની તુલનાએ 195.09 ટકાની વૃદ્ધિ સાથે દેશમાં સૌથી વધુ 261 ટીએમટી બલ્ક એલપીજીનું વેચાણ કર્યું હોવાની માહિતી તેમણે આપી હતી.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અને સહાય યોજનાના લાભાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ઓક્ટો-ડિસે. 22 તથા જાન્યુ-માર્ચ,23ના પ્રત્યેક ત્રિમાસિક ગાળા માટે  બે રિફિલની યોજના 18.10.2022ના રોજ લોન્ચ કરાઈ હતી, જેનો હેતુ ગ્રાહકોમાં એલપીજીનો વપરાશ વધારવાનો છે. અત્યાર સુધીમાં ઙખઞઢના 26 લાખથી વધુ લાભાર્થીઓએ આ યોજના હેઠળ રિફિલનો લાભ લીધો છે.

પરિવહન અને માઈનિંગ ક્ષેત્રમાં ઈંધણ કાર્યક્ષમતાને વેગ આપવા માટે ગ્રીન કોમ્બો લ્યુબ્રિક્ધટ્સની રજૂઆત કરાઈ હોવાનું જણાવતા શ્રી અન્ના દુરાઈએ ઉમેર્યું હતું કે કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને 10 ટકા સુધી ઘટાડવા માટે આઈઓસીએલે ઈકો-ફ્રેન્ડલી લ્યુબ્રિક્ધટ્સ સર્વો રફતાર, સર્વો ગ્રીનમાઈલ તથા સર્વો 4ટી ગ્રીન લોન્ચ કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે 43 ટકાના બજાર હિસ્સા સાથે જાહેર ક્ષેત્રના એકમોમાં સર્વો નંબર-1 બ્રાન્ડ છે જ્યારે તેનો એકંદર બજાર હિસ્સો 30 ટકા જેટલો છે.

કંપનીની ભાવિ યોજનાઓ અંગે માહિતી આપતા શ્રી અન્ના દુરાઈએ જણાવ્યું હતું કે આશરે રૂ. 730 કરોડના ખર્ચે કંડલા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલ વધારવાની કામગીરી ચાલી રહી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અન્ના દુરાઈએ જણાવ્યું હતું કે વડોદરા સ્થિત કોયલી રિફાઈનરી કે જે હાલમાં 13.7 એમએમટીપીએની ક્ષમતા ધરાવે છે તેની ક્ષમતામાં વિસ્તરણ કરાશે. સાણંદ એલપીજી બીપીને વિશ્વની સૌથી મોટી એલપીજી પાઇપલાઇન કેજીપીએલ (કંડલા-ગોરખપુર પાઇપલાઇન) અને રૂ.10 કરોડનાં ખર્ચે એલપીજી ટ્રક લોડિંગ સુવિધા માટે ટેપ ઓફ પાઇપલાઇન સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે, જે મે, 2023 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત જીઆરઆરઈ ખાતે એક હાઈડ્રોજન સ્ટેશન કાર્યરત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.