Abtak Media Google News

ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ ગુનો સાબિત કરવા માટે લાંચનો પુરાવો જરૂરી: સુપ્રીમ કોર્ટ

અબતક, નવી દિલ્લી

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સરકારી અધિકારી-કર્મચારી અને પદાધિકારી સામે કાર્યવાહી થાય છે ત્યારે લાંચ માંગ્યા વિના આપવામાં આવેલી રકમ અને સ્વીકારવામાં આવેલી રકમ લાંચ ગણી ન શકાય માત્ર બંને વચ્ચે પૈસાની લેતી-દેતી થયાનો પૂરવાર થતું હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરાયો છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની જોગવાઈઓ હેઠળ જાહેર સેવકની લાંચ સ્વીકારવા અને માંગવાનો ગુનો સાબિત કરવા માટે પુરાવા જરૂરી છે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ જાહેર સેવકો(સરકારી નોકરિયાત) દ્વારા ગેરકાયદેસર પૈસાની માંગણી અને લાંચની સ્વીકૃતિ આવશ્યક પરિબળો છે.  જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ અભય એસ ઓકાની બેન્ચે તેલંગાણા હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખતા આ વાત કહી હતી.

નોંધનીય છે કે કલમ 7 સરકારી અધિનિયમના સંદર્ભમાં કાયદાકીય મહેનતાણા સિવાય જાહેર સેવકોના ગેરકાયદેસર મહેનતાણાના ગુના સાથે સંબંધિત છે.  આ કેસમાં હાઈકોર્ટે મહિલા સરકારી કર્મચારીની સજાને યથાવત રાખી હતી. સિકંદરાબાદમાં કોમર્શિયલ ટેક્સ ઓફિસર તરીકે કામ કરતી મહિલા અધિકારીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ દોષિત ઠેરવવામાં આવી હતી.

ખંડપીઠે તેના 17 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર માંગણી અને લાંચ સ્વીકારવી એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ ફરજિયાત પરિબળ છે.  આ ગુનો સાબિત કરવા માટે પુરાવા હોવા જોઈએ.

આ કેસમાં હાઈકોર્ટે મહિલા સરકારી કર્મચારીની સજાને યથાવત રાખી હતી.  સિકંદરાબાદમાં કોમર્શિયલ ટેક્સ ઓફિસર તરીકે કામ કરતી મહિલા અધિકારીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ દોષિત ઠેરવવામાં આવી હતી. તેલંગાણાની મહિલા અધિકારીએ કથિત રીતે લાંચની માંગણી મામલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી.

તેલંગાણા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી આરોપી મહિલા અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ અરજી પર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો.  ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, ફરિયાદી દ્વારા લાંચ માંગવાના આરોપને સમર્થન આપવા માટે ફરિયાદીના પુરાવા વિશ્વસનીય નથી.  તેથી અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે અપીલકર્તા દ્વારા કરવામાં આવેલી માગણી સાબિત થઈ નથી તેવું બેન્ચે જણાવ્યું હતું.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 શું કહે છે?

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ કોઈ પણ સરકારી કર્મચારી કાયદેસરની મહેનતાણું સિવાય પૈસાની માંગણી કરે તો તેને ભ્રષ્ટાચારની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. કલમ 7 હેઠળ આ પ્રકારના કિસ્સામાં સરકારી કર્મચારીને દોષિત ઠેરવી શકાય છે જો કે, આરોપ સાબિત કરવા માટે લાંચની માંગણી કર્યાનો પૂરતો પુરાવો હોવો અતિ આવશ્યક છે. જો આ કેસમાં આરોપ સાબિત થાય તો 7 વર્ષ સુધીની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.