Abtak Media Google News

૧૦મી મેની હરરાજી પર બધાની મીટ: અમદાવાદ સહિત રાજયમાં ચાલતી જેટની ૨૦થી વધુ ફલાઈટો બંધ

ચાર મહિના સુધી આર્થિક મુશ્કેલી સામે ઝઝુમ્યા બાદ જેટ એરવેઝની તમામ ફલાઈટ બુધવારે રાત્રે બંધ થઈ ગઈ હતી. એરવેઝના સુથોના જણાવ્યાનુસાર તેઓએ જણાવ્યું હતું કે, જેટની તમામ ફલાઈટ હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે જે ફરીથી આવનારા સમયમાં શરૂ થશે. આ નિર્ણય ૧૦મી મે સુધી બોલી જમા કરાવવા બાદ જ આનો કોઈ નકકર ઉકેલ આવે તેવું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

જે કંપની હરરાજીમાં બોલી જીતશે તે કંપનીના રોકાણ કર્યા બાદ ફલાઈટો ફરી ઉડી શકશે. જેટ એરવેઝના સુત્રોએ જણાવ્યું હતું કે, બેંકોએ જેટને ૪૦૦ કરોડનું ઈમરજન્સી ફંડ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ જ જેટની તમામ ફલાઈટોને હંગામી ધોરણ પર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કહી શકાય કે જે રીતે જેટ એરવેઝ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

ત્યારે બુધવાર રાતથી આ એરલાઈન્સની તમામ ફલાઈટો હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. જેના પગલે અમદાવાદથી દિલ્હી, મુંબઈ, જોધપુર, ઈન્દૌર મળી એમ કુલ ૧૬ સહિત રાજયમાં જેટની તમામ ૨૦થી વધુ ફલાઈટો બંધ કરી દેવામાં આવી છે. આ ફલાઈટો બંધ થતાં મહિનાઓ પહેલાથી એડવાન્સ બુકિંગ કરાવનાર પેસેન્જરો હાલાકીમાં મુકાયા છે. જેટ દ્વારા હજુ પણ તેમને તેમનું ભાડુ ચુકવવામાં આવ્યું નથી.

જેટની ફલાઈટ બંધ થતાં અને વેકેશન ગાળો હોવાથી અન્ય એરલાઈન્સ દ્વારા તેમના ભાડામાં ખુબજ વધારો કરી દીધો છે. જેનો ડામ યાત્રીકોને ભોગવવો પડે છે. ત્યારે સૌ કોઈની નજર આગામી ૧૦મી મે પર કેન્દ્રીત થયેલી છે કે જેટના તારણહાર કોણ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.