Abtak Media Google News

ચિત્રાવાવ ગામે વીજ મીટર ઉતારવા ગયેલા નાયબ ઇજનેરને ગ્રાહકે લમધાર્યા

ઈજનેરનો કાઠલો પકડી મારી નાખવાની ધમકી આપી ફરજમા રુકાવટ કરતા નોંધાતો ગુનો

રસીયો રૂપાળો હવે બિલ ભરવાના બદલે મારામારી પર ઉતર્યો હોય તેવા બનાવો બનવા પામ્યા છે.ત્યારે થોડા દિવસ પહેલાં જ પીજીવીસીએલના કર્મચારી 52 હુમલો થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો ત્યાં રાજકોટ જિલ્લામાં વધુ એક બનાવ બનવા પામ્યો છે.જેમાં વીજગ્રાહકે વીજમીટર ઉતારવા ગયેલા નાયબ ઈજનેરનો કાંઠલો પકડી ગ્રાહકે જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના ફરજ માં રૂપાવટી કરતા ગ્રાહક વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Advertisement

વિગતો મુજબ રાજકોટ જિલ્લાના સરધાર પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા હિરેનભાઇ દિનેશભાઇ કલોલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના તાબામાં આવતા ચિત્રાવાવ ગામના દાદુભાઇ રામભાઇ લાંગાએ રૂ.37,962નું વીજબીલ ભર્યું ન હતું. જેથી હિરેનભાઇ સોમવારે વિજિલન્સ સ્ટાફ તેમજ સહકર્મચારીઓ સાથે સવારે ચિત્રાવાવ ગામે ગયા હતા.

એ સમયે દાદુભાઇ એ બાકી વીજબીલ ભરવાની ના પાડી દીધી હતી આથી વીજતંત્રના સ્ટાફે કાર્યવાહી કરી મીટર સર્વીસ ઉતારી લઈ જમીન પર મુકતા આરોપી તેના પર બેસી ગયો હતો . અને સ્ટાફ સાથે ઝગડો કર્યો હતો.એટલું જ નહીં તેમને સમજાવવા જતા દાદુભાઇએ હિરેનભાઇનો કાંઠલો પકડી લઈ ‘હું જોઈ તને લઈશ’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી આજી ડેમ પોલીસે દાદુભાઇ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.