Abtak Media Google News

સમાધાન ન થતા ચાર દિવસ બાદ હુમલાખોર સામે હત્યાની કોશિશનો નોંધાતો ગુનો

ગોંડલ  ની કડિયા લાઈનમાં પૈસાની માથાકુટમાં મુસ્લિમ યુવાન પર તેના મિત્રએ પાઈપ વડે હુમલો કરી માથુ ફાડી નાખતા યુવાનને ગંભીર ઈજા સાથે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભગવતપરા શેરી નં.25માં રહેતા હનીફ હબીબ કારવા (ઉ.વ.25) યુવાને પોલીસમાં નોધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સિકંદર સલીમ શેખનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયામદાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીનો નાનોભાઈ મહેબુબ ઉર્ફે કાદર હબીબ કારવા (ઉ.વ.20) અને આરોપી સીકંદર સલીમ શેખ બંને મિત્રો હોય બંન્ને વચ્ચે પૈસા બાબતે માથાકુટ ચાલી આવતી હતી.

દરમિયાન ચાર દિવસ પહેલા મહેબુબ ઉર્ફે કાદર કડિયાલાઈનમાં આરોપી સિકંદર સલીમ શેખની દુકાને ગયો હતો ત્યારેબંન્ને વચ્ચે પૈસા બાબતે માથાકુટ થતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે હુમલો કરી મહેબુબ ઉર્ફે કાદરનું માથુ ફાડી નાખ્યું હતું.

આ બનાવ બાદ બંન્ને જુથ વચ્ચે સમાધાનની વાતચીત ચાલી હોય જે પડી ભાંગતા અને ચાર દિવસ પછી હુમલાખોર સામે હત્યાની કોશીશનો ગુનો નોંધાયો છે.આ બનાવની તપાસ ગોંડલ પી.આઈ. એમ.આર. સંગાડા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.