Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતરીપ  સૂદ સાહેબની સુચના  મૂજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા  માટે  સુચના આપેલ.

Img 20180214 Wa0014જે સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ જેતપુરસીટી પો. સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન.રાણા  તથા ASI ધીરુભાઈ ઙાગર HC સંજયભાઈ  પરમાર તથા અનિલભાઈ ઞુજરાતી PC નારણભાઈ પંપાણીયા તથા  PC ધમભા જેઠવા તથા PC ચેતનભાઇ ઠાકોર PC ભાવેશભાઇ ચાવડા તથા PC લખુભા રાઠોડ તથા PC દિવયેશભાઈ સુવા  વિગેરે સ્ટાફનાં માણસો  પેટ્રોલીંગમાં હતા દરમ્યાન Pc નારણભાઈ પંપાણીયા ને બાતમી રાહે મળેલ ચોકકસ હકીકત આઘારે જેતપુર જુનાગઢ રોડ શાંતિ નગરમાં  રહેતો પપ્પુ મહારાજ પોતાના રહેણાક મકાન મા ઇગ્લીશ દારૂ નો જથ્થો રાખી વેચાણ કરે છે.

Img 20180214 Wa0015જેથી સદરહુ જગ્યાએ રેઇડ કરતા ૨ ઇસમો બોલેરો ગાડી સાથે મળી આવતા જેમાં નં ૧ પપ્પુભાઈ બાબુભાઈ પરમાર તથા કાયદા ના સંઘર્ષમાં આવેલ નં ૨ પ્રવિણ પપ્પુભાઈ પરમાર રહે બન્ને જેતપુર શાંતિનગર વાળાને સાથે રાખી ઘરની ઝડપી તપાસ કરતા રૂમના કબાટ માંથી જુદા જુદા બાન્ડ ની ઈગ્લીશ દારુ ની બોટલ નંગ-૫૯  તથા    બીયર નંગ ૧૧ મળી  કિ.રુ. ૫૦,૩૦૦/નૉ તથા બોલેરો ગાડી નં GJ 18 BE 2849 ની કી.રુ.૪,૦૦,૦૦૦/ની મળી કુલ મુદ્દામાલ રુપિયા ૪,૫૦,૩૦૦/ ના સાથે  પકડી પાડી બન્ને વિરૂદ્ધ  પ્રોહી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરાવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.