Abtak Media Google News

 આદિપુરમાં ગુંજ્યા આયોલાલ ઝૂલેલાલના નારા

સૌ કોઈએ  સિંધથી આવેલી ઝૂલેલાલની અખંડ જ્યોતના  દર્શન કર્યા જે જ્યોતને ભાઈપ્રતાપે સિંધથી જ્યોત લાવી આદિપુરમાં સ્થાપના કરી હતી.

3

શોભાયાત્રા નું આયોજન

આદિપુર નવજવાન મંડળ સમિતિ તથા પૂજ્ય ભાઈબંધ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી જન્મ જયંતી નિમિત્તે આદિપુરમાં શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૈત્રી પ્રાથમિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ સાયકલ રેલી દ્વારા શોભાયાત્રાની શોભા વધારી હતી. અન્ય ઝાંખીઓમાં ભગવાન શ્રી જુલેલાલની વેશભૂષામાં બાળકો જોવા મળ્યા હતા. સૌપ્રથમ મંદિરમાં ભગવાનની આરતી કર્યા બાદ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.ગાંધીધામ આદિપુરના નિર્માતા ભાઈપ્રતાપ ડીયાલદાસ દ્વારા સિંઘ ઝૂલેલાલ સ્થાન મંદિરથી જ્યોત લઈ આવી અને આદિપુરમાં લાલમંદિરની સ્થાપના અખંડ જ્યોત સાથે કરી હતી. કહેવાય છે કે અંદાજે તો 1950- 52 ની આસપાસ આ મંદિરની સ્થાપના થયી હતી, આજ સુધી અહી જ્યોત અખંડ રૂપ પ્રજ્વલિત છે. અને તે  જ્યોતને શોભાયાત્રામાં સૌથી આગળ રાખવામાં આવી હતી અને સિંધી સમાજની સાથે સાથે સમગ્ર જનતાએ અખંડ જ્યોતના દર્શન કર્યા હતા.

14

ડીજેના તાલ પર સૌ કોઈ જુમી ઉઠ્યા

શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલ પર સૌ કોઈ જુમી ઉઠ્યા હતા. શોભાયાત્રાએ પૂર્ણવિરામ લીધા બાદ પ્રભુદર્શન હોલ ખાતે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું. હતું અને સાથે સાથે મહાપ્રસાદ નું આયોજન પણ રાખવામાં આવ્યું હતું.

3 5

સમગ્ર આયોજનને સફળ બનાવવા ઘનશ્યામ નિહાલાની, ભરત કેસવાણી, ગુલ ગુરનાની, ભરત નાનકાણી, તારાચંદ ચંદનાની, ઠાકુર કેસવાણી, મુરલી કરમદાની, વગેરેએ જહેમત ઉઠાવી હતી

6

શા માટે ચેટીચંદને સિંધી દિવસ કહેવામાં આવે છે

ચેટીચાંદ સિંધી ભાઇ-બહેનોનો ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક તહેવાર છે. ‘ચેટી’નો અર્થ છે ‘ચૈત્ર માસ’ અને ‘ચાંદ’નો  અર્થ છે ‘ચંદ્રતિથિ’. આમ ‘ચેટીચાંદ’ એટલે ‘ચૈત્ર માસની ચંદ્રતિથિ’. ચૈત્ર સુદ એકમથી સિંધી લોકોનું નૂતન વર્ષ શરૂ થાય છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ‘‘ચેટીચાંદ’ના તહેવારને ‘સિંધી દિવસ’ તરીકે ઊજવવાની સલાહ આપી. તેથી જ ‘‘ચેટીચાંદ’ના તહેવારને ‘સિંધી દિવસ’ પણ કહેવામાં આવે છે.

Screenshot 1 2 1

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.