Abtak Media Google News
  • ડી.ડી.ગ્રુપ વ્યવસાયની સાથે-સાથે સામાજિક પ્રવૃત્તિમાં અગ્રેસર રહી શહેરનું ગૌરવ છે: મહેન્દ્ર પાડલીયા
  • તાજેતરમાં નવરાત્રિ મહોત્સવમાં ડી.ડી.ગ્રુપે મનમૂકીને અનુદાન આપ્યુ છે: પ્રથમ નાગરિક મયુર સુવા
  • ગૌ સેવામાં ડી.ડી.ગ્રુપ અગ્રેસર: દાનભાઇ ચંદ્રવાડિયા
  • શહેરમાં આવા ધાર્મિક કાર્યો થવાથી ભાઇચારાની ભાવના જળવાય છે: દિનેશભાઇ ડેર
  • જાનમાં વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા: ડીજે સથવારે રાસની રમઝટ બોલાવી

ઉપલેટા શહેરમાં વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ કરતું ક્રિષ્ના ગ્રુપ દ્વારા દેવ દિવાળી પર્વ પર તુલસી વિવાહનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો હાજર રહી આ કાર્યને બિરદાવેલ હતું.

ડી.ડી.જ્વેલર્સ ગ્રુપ દ્વારા ક્ધયાપક્ષના યજમાન બની આ તુલસી વિવાહ પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા હતા. ક્રિષ્ના ગ્રુપ દ્વારા આયોજીત તુલસી વિવાહમાં ક્ધયા પક્ષના યજમાન ડી.ડી.જ્વેલર્સ ગ્રુપના ચંદ્રીકાબેન ધોળકીયા, સોનલબેન માધવભાઇ રજનીકાંતભાઇ ધોળકિયા, દિપ્તીબેન દેવનભાઇ ધોળકિયા, હર્તિકા જીતભાઇ ધોળકિયા, ધૈર્યભાઇ, વંશભાઇ, નુપુરબેન પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું. જ્યારે વર પક્ષની જોડેલી જાન જોડે જોડી શહેરના નગરસેવક વર્ષાબેન જેઠાભાઇ નાથાભાઇ ડેર, પાયલબેન સુરજભાઇ ડેર તથા દિવ્યાબેન પ્રિયંકભાઇ બારૈયા યજમાન બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ ધાર્મિક કાર્યમાં ખાસ ઉ5સ્થિત રહી પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્રભાઇ પાડલીયા, શહેરના પ્રથમ નાગરિક મયુરભાઇ સુવા, પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડિયા, યુવા ઉદ્યોગપતિ દિનેશભાઇ ડેર, આર.ડી.સી. બેન્કના ડિરેક્ટર હરિભાઇ ઠુંમરે આ કાર્યને બિરદાવી ડી.ડી. જ્વેલર્સ ગ્રુપ પરિવારને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

આ તુલસી વિવાહના પ્રસંગમાં ક્ધયાદાન પક્ષ ધોળકિયા પરિવાર દ્વારા મંગલસૂત્ર, સાકળા તેમજ અન્ય ઝવેરાતના દાગીના આપવામાં આવ્યા હતા. આ ધાર્મિક કાર્યની વિધી રાજુભાઇ જોષી દ્વારા મંત્રચારો વચ્ચે સંપન્ન થઇ હતી. જ્યારે લગ્નવિધીને અનુરૂપ સંગીત સંધ્યાના સથવારે લગ્ન ઉત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં ગોંડલ પાલિકાના પ્રમુખ પ્રવિણભાઇ રૈયાણી, પૂર્વ નગરપતિ રાણીબેન દાનભાઇ ચંદ્રવાડિયા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડિયા, ક્ષત્રિય સમાજના પ્રમુખ, હરપાલસિંહ જાડેજા, બ્રહ્મસમાજના પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડિયા, એનીમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઇ માકડિયા, કિરીટભાઇ પાદરીયા, રમણીકભાઇ લાડાણી, જીજ્ઞેશભાઇ ડેર, મનોજભાઇ નંદાણીયા, જયંતીભાઇ ગજેરા, અશ્ર્વિનભાઇ લાડાણી, મહાવીરસિંહ વાળા, પુંજાભાાઇ વરૂ, બહાદુરભાઇ ડાંગર, અશોકભાઇ શેઠ, જે.એમ.માંગરોલીયા, જે.બી.વસવેલીયા, હરસુખભાઇ સોજીત્રા, રવિભાઇ માંકડિયા, પ્રો.વલ્લભભાઇ નંદાણીયા, અશ્ર્વિનભાઇ બારૈયા, ડો.પિયુષ કણસાગરા, ભાવેશભાઇ સુવા,મજબુતભાઇ હુંબલ, જયેશભાઇ ત્રિવેદી, મંજુબેન માકડિયા, કિરણબેન પીઠીયા, અનિતાબેન ચૌહાણ, વિક્રમસિંહ સોલંકી, જગુભાઇ સુવા, રાજનભાઇ સુવા, ભરતભાઇ રાણપરિયા, ભાવેશભાઇ જેતાણી, સંજયભાઇ મુરાણી, નિલુભાઇ ગોંધીયા, ભગાભાઇ ડેર સહિત વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનો વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સમાજના આગેવાનો હાજર રહી આ કાર્યને બિરદાવેલ હતું.

ડી.ડી.જ્વેલર્સ ગ્રુપની સ્કિમે ધૂમ મચાવી

Img 20221108 Wa0007

સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોઇ સોની વેપારીએ ગ્રાહકોના હિતમાં સ્કીમ ન આપી હોય તેવી સ્કીમ ડી.ડી.જ્વેલર્સ ગ્રુપ દ્વારા ત્રીસ હજાર ગોલ્ડની ખરીદી ઉપર એક ઇનામી ભેટ કુપન આપી છે. આ સ્કીમ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધૂમ મચાવી છે.

ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી આ સ્કીમ 31 ડિસેમ્બર સુધી લંબાવતા ગ્રાહકોમાં બેવળો પ્રતિસાદ મળેલ છે.

આ સ્કીમમાં હોન્ડા એક્ટિવા, એલઇડી ટીવી સહિત લાખો રૂપિયાની વસ્તુ રાખવામાં આવી છે. આ સ્કીમનો ડ્રો આગામી 1લી જાન્યુઆરી, 2023માં સાંજે રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.