Abtak Media Google News

યુવાનોની રોજગારીની સમસ્યા દુર કરવા આયોજન કરાયું: હજારોની સંખ્યામાં યુવાનો અને મોટી મોટી કંપનીના મેમ્બર્સ રહ્યા ઉ5સ્થિત

વર્તમાન સમયમાં યુવાનો માટે સારી નોકરી મેળવી એ જરૂરી છે. જેના માટે તે ઘણા પ્રયત્નો કરતા હોય છે.આ ઉપરાંત પ્રયત્નો કરવા છતાં પણ રોજગારી ન મળે ત્યારે યુવાનો નિરાશ થઇ જતા હોય છે. ત્યારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને આર્ટ ઓફ લીવીંગ  ગ્રુપ દ્વારા જોબ સેમીનારનું રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમીનાર યુવાનોને નોકરી મેળવવા ખુબ ઉપયોગી સાબિત થશે. આ સેમીનારમાં મોટી સંખ્યામાં યુવાનો, મોટી મોટી  કંંપનીઓના મેમ્બર ઉ5સ્થિત રહ્યા હતા.

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને આર્ટ ઓફ લિવીંગ ગ્રુપ દ્વારા યુવાનોને નોકરી માટે ટ્રેનીંગ આપવામાં આવશે જે 45 દિવસની હશે. આ ટ્રેનીંગથી યુવાન કોઇપણ જગ્યાએ નોકરી  મેળવી શકશે. તેના માટે બોલીબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને આર્ટ ઓફ લીવીંગ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરી ટ્રેનીંગમાં જોડાઇ શકે છે. ગ્રેજયુએટ યુવાનો અને કંપની વચ્ચે એક બ્રિજ બનીને તેમના ભવિષ્યમાં ઉજજવળ બનાવાનો આ એક પ્રયત્ન છે.

યુવાનો માટે રોજગારીની  સમસ્યા દુર કરવા કરાયું આયોજન: જયેશ ઉપાઘ્યાય

Vlcsnap 2022 05 09 09H17M33S466

જયેશભાઇ ઉપાઘ્યાયે અબતક સાથેની વિશેષ  વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારના સમયમાં યુવાનો માટે રોજગારીની સમસ્યા એ મોટી સમસ્યા છે. ત્યારે રાજકોટમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા આર્ટ ઓફ લીવીંગ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું  છે. જેમાં હજારો યુવાનો ઉ5સ્થિત રહ્યા છે. અને ઘણી મોટી કંપનીના મેમ્બર ઉ5સ્થિત રહ્યા છે. આ સેમીનારથી યુવાનોને રોજગારી મેળવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. રાજકોટમાં એક ઓફીસ પણ ખોલવામાં આવશે જેનાથી યુવાનો રોજગારી મેળવી શકશે.

ગ્રેજયુએટ યુવાનો અને કંપની વચ્ચે એક બ્રિજ બની બન્નેને આગળ વધારવાનો અમારો હેતુ: દિપકભાઇ પંજાબી

Vlcsnap 2022 05 09 09H17M43S543

દિપકભાઇ પંજાબીએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારના સમયમાં યુવાનોને રોજગારીની સમસ્યા હોય છે. ત્યારે અમે ગ્રેજયુએટ યુવાનો અને કંપની વચ્ચે એક બ્રિજ બની તેમના મદદના હેતુથી આયોજન કર્યુ છે. યુવાનોને 45 દિવસની ટ્રેનીંગ આપવામાં આવશે. જેનાથી તે સારામાં સારી પોસ્ટ પર નોકરી કરી શકશે આ ટ્રેનીંગમાં જોડાવા માટે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને આર્ટ ઓફ લીવીંગ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરી શકે છે. આ ટ્રેનીંગ મેળવી પોતાના ભવિષ્ય ઉજજવળ બનાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.