Abtak Media Google News

યોગ, આયુર્વેદ અને એલોપેથીનાં પવિત્ર સમન્વયરૂપ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે અધ્યક્ષ સ્થાને પૂ. ગૂરૂવર્ય માધવપ્રિયદાસજી સ્વામી રહેશે ઉપસ્થિત

સરખેજ-ગાંધીનગર હાઈવે, છારોડા સ્વામિનારાયણ ગૂ‚કુળ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ ખાતે આગામી તા.૩ ડિસેમ્બર રવિવારે સાંજે ૪ કલાકે વડાપ્રધાન મોદીના હસ્તે જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલનું લોકાર્પણ થશે. આ ઉદઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને પૂ. ગૂરૂવર્ય માધવપ્રિયદાસજી સ્વામી ઉપસ્થિત રહેશે.

Advertisement

જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં યોગ આયુર્વેદ અને એલોપથીનો સમન્વય જોવા મળશે. યોગ તથા સ્પિરીચ્યુઅલ હિલીંગ સેન્ટરમાં સવારે ૭ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ યોગના વર્ગ તેમજ બપોરે ૨.૩૦ થી ૪.૩૦ યોગ ક્ધસલ્ટીંગ અને સ્પેશિયલ યોગ કલાસ રહેશે. શરીરનું સંપૂર્ણ શુધ્ધીકરણ કરી દર્દને મૂળમાંથી મટાડતી ૨૫૦૦ વર્ષ પહેલાની ચિકિત્સા પધ્ધતિ પંચકર્મ ઉપકરણો સાથે હોસ્પિટલ આધુનિક સ્વરૂપે મળશે. એલોપથી સારવાર પણ ઉપલબ્ધ રહેશે.

આ કાર્યક્રમની વિગતો આપવા એસજીવીપીનાં કનુભગત ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.