Abtak Media Google News

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે અંતે શુક્રવારે મધ રાત્રે રાજીનામું આપી દેતા સતત ત્રણ દિવસથી ચાલતી રાજકીય ઘટનાક્રમનો અંત આવતા ભાજપ માટે અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેમ મોડી રાત્રે 11 વાગે ચાર મહિનાનો રાજયોગ ભોગવીને મુખ્યમંત્રી તીરથસિંહે દેહરાદૂનના રાજભવનમાં રાજ્યપાલ બેબીરાણી મોર્યને રાજીનામું આપી દીધું હતું.

જ્યાં સુધી નવા મુખ્યમંત્રી ન આવે ત્યાં સુધી તીરથસિંહ રખેવાળ મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવશે. તીરથસિંહના રાજીનામાં અંગેના કારણમાં પરિસ્થિતિ અંગે જણાવવામાં આવ્યું છે કે તીરથસિંહ રાવત, પુરીગઢવાલ સંસદીય મત વિસ્તારમાંથી સાંસદ ચુંટાયેલા છે. હવે તેમને મુખ્યમંત્રી ચાલુ રહેવા માટે 10 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચુંટણી જીતવી જોઇતી હતી પરંતુ ચુંટણી પંચે રાજ્યમાં ચુંટણી યોજવાની પરવાનગી ન આપતાં તીરથસિંહ પાસે રાજીનામા સિવાય કોઇ વિકલ્પ ન રહ્યો હતો.

છેલ્લાં એક અઠવાડિયાથી સતત ઉભી થયેલી રાજકીય ગરમાગરમી વચ્ચે તીરથસિંહ રાવતે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મંત્રણાનો દોર ચલાવ્યો હતો. બુધવાર સુધી ચાલેલી આ કવાયત બાદ શુક્રવારે સવારે રાવત ફરી પક્ષપ્રમુખને મળ્યા હતા અને ઉત્તરાખંડ અને વિધાનસભાની ચુંટણી માટે ચર્ચાઓ કરી હતી.

રાજ્યમાં પેટા ચુંટણીનો નિર્ણય ચુંટણી પંચએ લેવાનો હોય છે. કેન્દ્ર સરકાર આ દિશામાં કેવી રણનિતી અખ્તીયાર કરે છે તેના પર આગળની દિશા નક્કી થશે અત્યારે પક્ષના હિતમાં તીરથસિંહએ રાજીનામું આપી દીધું છે. તીરથસિંહએ દિલ્હીથી આવીને યોજેલી પ્રેસ કોન્ફરસમાં રાજીનામાંની જાહેરાત કરી હતી અને ચાર મહિનાના શાસનકાળ દરમિયાન સરકારની ઉપલબ્ધી ઓ અને રાજ્યના 21 સરકારી વિભાગોમાં 22 બજાર જેટલી નોકરીઓની ઉપલબ્ધી ગણાવી હતી. આજે શનિવારે બપોરે 3 વાગે ભાજપની સંસદીય સમિતિની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. અત્યારે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તૌમરને સમગ્ર પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખવા નિમણૂંક કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.