Abtak Media Google News

ગોધરામાં ૧.૮ અને ભચાઉમાં ૨ની તીવ્રતાનો આંચકો

રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે ત્યારે કચ્છના ભચાઉ અને ગોધરાની ધરા ફરી એકવાર ધ્રુજી છે. ભચાઉમાં ૨ની અને ગોધરામાં ૧.૮ની તીવ્રતાના ભૂકંપનો લોકોએ અનુભવ કર્યો હતો. સિસમોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે સવારે ૧૧:૫૨ કલાકે ગોધરાથી ૧૬ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો ભૂકંપ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ મોડીરાતે કચ્છના ભચાઉથી ૧૪ કિમી દૂર ૨.૦ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. વારંવાર આવતા આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.