જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાં જશાધાર નામની સિંહણે 3 બચ્ચાને આપ્યો જન્મ

0
125

જૂનાગઢના સક્કરબાગ ઝૂના સિંહ પરિવારમાં વધુ 3 સભ્યોનો વધારો થવા પામ્યો છે. અહીં સક્કરબાગ ઝુ માં રહેતી જશાધાર નામની સિંહણે એકીસાથે 3 બચ્ચાને જન્મ આપતાં સક્કરબાગ ઝૂમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.

જુનાગઢ સક્કરબાગ ઝૂમાં એશિયાટીક સિંહોનું બ્રિડિંગ સેન્ટર કાર્યરત છે. ત્યારે અહીં સક્કરબાગ ઝૂમાં રહેતી જશાધાર નામની સિંહણ ગર્ભવતી બની હતી અને આ સિંહણ એ એકી સાથે 3 બચ્ચાને જન્મ આપતા, હાલમાં ત્રણેય બચ્ચા તથા સિંહણની વેટરનરી તબીબ ટીમ દ્વારા પૂરતી સંભાળ લેવામાં આવી રહી છે, અને સીસીટીવી કેમેરા મારફતે નિરીક્ષણ થઈ રહ્યું છે. ત્યારે ત્રણેય બચ્ચા તથા માતા જશાધાર તંદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર સિંહણ જશાધાર સકરબાગ ઝુ માં જ રહે છે અને આકોલવાડી નામના સિંહથી જશાધાર ગર્ભવતી બનતા જશાધાર એ ત્રણ તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે.

આમ જૂનાગઢ સકરબાગ ઝુના સિંહ પરિવારમાં એકી સાથે 3 નવા મહેમાનોનું અવતરણ થતાં સકરબાગના અધિકારીઓ, કર્મીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. અને વેટનરી ટીમ દ્વારા ત્રણેય બચ્ચા તથા માતા જશાધારની સંભાળ રાખવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, હજુ દશ દિવસ અગાઉ જ આંકોલવાડી નામના સિંહથી ગર્ભવતી બનેલ સિંહણ ધારીએ એકી સાથે 4 સિંહ બાળને જન્મ આપ્યો હતો ત્યારે આજે 3 સિંહ બાળનું અવતરણ થતા કુલ 7 સિંહ બાળનો 10 દિવસમાં સક્કરબાગ ઝુ માં વધારો થવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here