Abtak Media Google News

ભારત સરકારના કૃષિ મંત્રાલયના આઈ.સી.એ.આર. તેમજ વર્લ્ડ બેન્કના સહયોગથી જુનાગઢ યુનિવર્સિટીનો ૩૦ કરોડનો પ્રોજેકટ

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઈન્સ્ટિટયુશનલ ડેવલોપમેન્ટ પ્લાન્ટ (આઈ.ડી.પી) અંગે બે દિવસનો સેમીનાર શરૂ કરવામાં આવ્યો છે. આ સેમીનારના પ્રથમ દિવસે ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ (આઈસીએઆર) તરફથી વર્લ્ડ બેન્કની નેશનલ હાયર એગ્રીકલ્ચર એજયુકેશન પ્રોજેકટ અંતર્ગત ઈન્સ્ટીટયુશનલ ડેવલપમેન્ટ પ્લાન યોજના અંતર્ગત કુલપતિ ડો.એ.આર.પાઠકના અધ્યક્ષ સ્થાને ડો.વી.પી.ચોવટીયા સંશોધન નિયામકના માર્ગદર્શન હેઠળ તા.૨૮/૨૯ માર્ચ ૨૦૧૮ દરમિયાન જુનાગઢ ખાતે સવારે ૯ કલાકે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપનું ઉદઘાટન ઉપમહાનિર્દેશક (શિક્ષણ/ આઈસીએઆર અને કાર્યક્રમના નેશનલ ડાયરેકટર ડો.એન.એસ.રાઠોરે, ડીડીજી એજયુકેશનના વરદ હસ્તે કરવામાં આવેલ છે. તેમજ ડો. પી.રામા સુંદરમ્, નેશનલ ઓર્ડીનેટર (એન.એ.એચ.ઈ.પી.) આઈસીએઆર ન્યુ દિલ્હી, ડો.એસ.એસ.ચહલ, પૂર્વ કુલપતિ મહારાણા પ્રતાપ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, ઉદયપુર, ડો.એમ.સી.વાશ્ર્ણય, પૂર્વ કુલપતિ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ડો.એન.સી.પટેલ કુલપતિ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદપર વકતવ્ય આપશે.

સંશોધન નિયામક ડો.વી.પી.ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એ.એમ.પારખીયા આ સિવાય અન્ય તજજ્ઞો જેવા કે સોફટ સ્કિલ તજજ્ઞ મહિન્દ્રા સમૃદ્ધિના પ્રતિનિધિ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એલ્યુમીની જે એન્ટરપ્રેન્યોર યુનિવર્સિટી અધિકારીઓ પણ હાજર રહેશે. ભારત સરકાર કૃષિ મંત્રાલયના આઈસીએઆર નવી દિલ્હી સંસ્થા દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી રૂ.૧૧૦૦ કરોડ (૧૬૫ મિલીયન, યુ.એસ.ડોલર)ની કિંમતનો નેશનલ એગ્રીકલ્ચર હાયર એજયુકેશન પ્રોજેકટ (એનએએચઈપી) વર્ષ ૨૦૧૭-૧૮થી શરૂ કરવામાં આવેલ છે. એકંદરે આ પ્રોજેકટનો હેતુ માળખાકીય સુવિધાઓ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની પ્રગતિ માટે સ્ત્રોતો અને પઘ્ધતિઓ વિકસાવવા અને દેશના કૃષિ વિશ્ર્વ વિદ્યાલયોના વધુ સારા સંચાલન માટેના સાધનો પુરા પાડવાના છે. જેથી વર્તમાન કૃષિ શિક્ષણ પ્રણાલીના જેથી વર્તમાન કૃષિ શિક્ષણ પ્રણાલીના ધોરણને વધારવા માટે એક સર્વગ્રાહી મોડેલ વિકસીત કરી શકાય પરીણામે કૃષિ સ્નાતકોને વૈશ્ર્વિક સ્તરનું કૃષિ શિક્ષણ આપી નોકરીઓ માટે વધુ લાયક બનાવી શકાય અને તેમનામાં ઉધોગ સાહસિકતાલક્ષી અભિગમ કેળવી શકાય.

આ પ્રોજેકટ કૃષિ સ્નાતકો અને શિક્ષકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રેનીંગ, શિક્ષણ આદાન પ્રદાન દ્વારા માનવ સંશોધન ક્ષમતાઓને મજબુત કરવા માટે યોગ્યતાઓ વધારવા પ્રયાસ કરશે. આ પ્રોજેકટ કૃષિમાં ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાને રાખી ખેતીની કામગીરીમાં હાડમારી ઘટાડવા માટે અને જૈવિક પરીવર્તન ક્ષમતા માનવ હસ્તક્ષેપ અને નિરીક્ષણ કૃષિ અને સંબંધિત શાખાઓના ક્ષેત્રમાં નિર્ણય લેવાની અને ક્રિયાઓની જરૂરીયાતોને વધુ સારી રીતે ચકાસવા માટે અત્યંત કુશળ કામદારોની માંગને પહોંચી વળવા વિદ્યાર્થીઓના હાલના કોર્ષ સીલેબસમાં રોબટિકસ ડ્રોન ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ જેવી અતિ આધુનિક શિક્ષણ તકનીકીઓનો સમાવેશ કરી વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે શિક્ષણ આપવામાં આવશે.

આ અંગે જુ.કૃ.યુ. ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રારંભીક સમજણ આપવા તા.૨૮/૨૯ માર્ચ ૨૦૧૮ના રોજ બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રોજેકટની સચોટ અમલવારી હેતુ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.