Abtak Media Google News
  • ભગવાન શ્રી મહાવીરના પ્રેમ, અનુકંપા, કરુણા, ક્ષમાના સંદેશ લોકોના દિલ સુધી પહોંચાડવાની જરૂર
  • જગતની તમામ સમસ્યાનો ઉકેલ મહાવીર સ્વામીના આગમ અન વ્યાખ્યાનોમાં રહેલો છે
  • રહેલી સંપત્તિનો દાનપુણ્યના કાર્યમાં ઉપયોગ થાય એ માટે સદૈવ જૈન સમાજ તત્પર હોય છે
  • રાજ્ય સરકાર પ્રમોશન માટે નહીં, પણ ઇમોશન સાથે કામ કરે છે

Guru7791રાજકોટમાં જૈનમ ગ્રુપ અને જૈન વિઝન સંસ્થા દ્વારા ચોવીસમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરની ૨૬૧૩મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા જન્મ કલ્યાણક મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવર્તમાન દોરમાં મહાવીર સ્વામિના સંદેશને લોકોના દિલ સુધી પહોંચાડવાની આવશ્યક હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

Guru7794અહિં ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં શ્રી રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે આજના સમયે સમગ્ર વિશ્વમાં અસહિષ્ણુતા અને હિંસા વધતી જાય છે. આતંકવાદ, નકસલવાદ, ઉગ્રવાદ જેવી સમસ્યા વધતી જાય છે. ત્યારે, ભગવાન શ્રી મહાવીરના પ્રેમ, અનુકંપા, કરુણા, ક્ષમાના સંદેશ લોકોના દિલ સુધી પહોંચાડવામાં આવે તો તે પ્રશ્નનું નિરાકરણ આવે એમ છે.

Guru7796મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તારસ્વરે જણાવ્યું કે જગતની તમામ સમસ્યાનો ઉકેલ મહાવીર સ્વામીના આગમ અન વ્યાખ્યાનોમાં રહેલો છે. માનવમાત્રએ તેનું અનુસરણ કરવાની જરૂર છે. તેમણે આપેલા અહિંસા, જીવદયા, અપરિગ્રહના સિદ્ધાંતો ચિરકાળ યથાર્થ છે.

Guru7798અપરિગ્રહના સિદ્ધાંત ઉપર પોતાના વિચારો વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે જૈન સમાજ જીવમાત્રના સુખનો વિચાર કરે છે. પોતાની પાસે રહેલી સંપત્તિનો દાનપુણ્યના કાર્યમાં ઉપયોગ થાય એ માટે સદૈવ જૈન સમાજ તત્પર હોય છે. સંપત્તિના સદ્દકાર્યમાં ઉપયોગની બાબત પણ પ્રેરક છે. જૈન સમાજમાં લેવાની વૃત્તિને બદલે આપવાની વૃત્તિ છે. સરકાર દ્વારા જૈનોને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે, નબળા પરિવારોને રાજ્ય સરકાર દ્વારા લઘુમતી સમાજને મળવાપાત્ર સહાય આપવામાં આવે છે.

Guru7801જીવદયા માટે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કદમની માહિતી આપતા શ્રી રૂપાણીએ જણાવ્યું કે અમારી સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત્ત ઉત્તરાયણ દરમિયાન અનેક પક્ષીઓના જીવ આ અભિયાન અંતર્ગત બચાવવામાં આવ્યા હતા. લોકો મુશ્કેલીમાં હોય ત્યારે ૧૦૮ની એમ્બ્યુલન્સ જે રીતે ગણતરીના સમયમાં સારવાર માટે આવી જાય છે, એવી જ રીતે પશુઓની આકસ્મિક સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કરુણા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. પશુપાલન વિભાગ તેની વ્યવસ્થા સંભાળશે. ગૌહત્યા નિષેધ માટે કાયદો વધુ કડક અને અસરકારક બનાવવામાં આવ્યો છે.

Guru7813તેમણે ભારપૂર્વક કહ્યું કે આ સરકાર પ્રમોશન માટે નહીં, પણ ઇમોશન સાથે કામ કરે છે. સરકારી તંત્રની કાર્યશૈલીમાં સંવેદના આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગરીબો, પીડિતો, દલિતો, શોષિતો, વંચિતો, મહિલાઓને તેમના હક્કના લાભો સંવેદના સાથે મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અનુકંપા, દયા, કરુણાનો સિદ્ધાંત તેમાં જોવા મળે છે.

Guru7824મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ધર્મયાત્રા અને કલ્યાણક મહોત્સવ યોજવા બદલ આયોજકોને બિરદાવ્યા હતા.શ્રી યશોવિજયજી મહારાજ તથા શ્રી સ્મીતાબાઇ મહાસતીજીએ આશીર્વચન પાઠવ્યા હતા.શ્રીનમ્રમુની મહારાજે વિડીયો સંદેશથી આશીર્વચન પાઠવ્યા હતા.શ્રી જીતુભાઇ કોઠારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

Guru7826આ વેળાએ  ધારાસભ્યશ્રીગોવિંદભાઈ પટેલ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, ધર્મયાત્રાના અધ્યક્ષ શ્રી જીતુભાઇ બેનાણીતેમજચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી કમલેશભાઇ મીરાણી, શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, સમાજના અગ્રણીઓ સર્વેશ્રી ચંદ્રકાંતભાઇશેઠ,  શ્રી જીતુભાઇ દેસાઇ, શ્રી નલીનભાઇ વસા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

Guru7844(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.